GSTV
Gujarat Government Advertisement

ડેવિડ વોર્નર IPL-2020 રમવા તૈયાર,પણ મુકી આ શરત

ડેવિડ

Last Updated on June 22, 2020 by Bansari

ઓસ્ટ્રેલિયાનો અગ્રણી ક્રિકેટર ડેવિડ વોર્નર આઇપીએલમાં રમવા અંગે હકારાત્મક વિચાર ધરાવે છે. તેણે કહ્યું હતું કે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ મુલતવી રખાય તો તે ચોક્કસપણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમશે. તેણે એવી પણ ખાતરી દર્શાવી છે કે અન્ય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ આઇપીએલમાં  રમશે.

ipl trophy

હવે જુલાઈમાં વર્લ્ડ કપ અંગે નિર્ણય લેવાશે.

કોરોના વાયરસને કારણે ટી20 વર્લ્ડ કપ રદ થવાની શક્યતા છે અને એ સંજોગોમાં આઇપીએલ યોજવા માટે બીસીસીઆઈ પ્રયાસ કરી રહ્યું છે.ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચેરમેન અર્લ એડિંગ્સે જણાવ્યું હતું કે આ વર્ષે ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડ કપ યોજવો અવાસ્તવિક લાગે છે કેમ છતાં આ મામલે આઇસીસીએ હજી સુધી અંતિમ નિર્ણય લીધો નથી. હવે જુલાઈમાં વર્લ્ડ કપ અંગે નિર્ણય લેવાશે.

આ વર્ષે ટી20 વર્લ્ડ કપ યોજવો કઠીન બાબત છે

ડેવિડ વોર્નરે જણાવ્યું હતું કે વર્લ્ડ કપ આગળ વધે તેવી શક્યતા લાગતી નથી ત્યારે મને ખાતરી છે કે હું આઇપીએલમાં રમવા આવી શકીશ.વર્લ્ડ કપ નહીં રમાય તો ઓસ્ટ્રેલિયન બોર્ડ પણ અમને આઇપીએલમાં રમવા માટે ભારત જવાની પરવાનગી આપશે તેવી પણ મને ખાતરી છે તેમ વોર્નરે ઉમેર્યું હતું.

ડેવિડ વોર્નર અગાઉ પણ કહી ચૂક્યો હતો કે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ યોજવો કઠીન બાબત છે, કેમ કે એક સાથે 16 ટીમના ખેલાડીઓની યજમાની કરવી બોર્ડ માટે આસાન બાબત નહીં રહે. તેણે જણાવ્યું હતું કે અત્યારે દરેક લોકો આઇસીસીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ યોજવો આસાન નથી કેમ કે દરેક ટીમના ખેલાડી ઓસ્ટ્રેલિયામાં આવ્યા બાદ પણ 14 દિવસ કોરોન્ટાઇનમાં રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt

હાર સ્વીકારી/ યોગી સાથે સારા સંબંધો સાબિત કરવા મોદી યુપી જશે, રાજ્ય હાથમાંથી જવાનો લાગ્યો છે ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!