GSTV

પ્રતિબંધ મુકાયા બાદ હવે કોમેન્ટ્રી કરતો જોવા મળશે આ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર

Last Updated on June 10, 2018 by Bansari

બૉલ ટેમ્પરિંગ મામલે દોષી ઠેરવવામાં આવ્યા બાદ એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ખેલાડી ડેવિડ વૉર્નર 13 જૂનથી શરૂ થનાર ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની વનડે સિરિઝ દરમિયાન કમેનટ્રેટરની ભુમિકામાં જોવા મળશે. બૉલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ ટિંમ પેન અને જસ્ટિન લેંગરના નેતૃત્વમાં આ ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી ક્રિકેટ ટીમ છે. સાઉથ આફ્રિકામાં રમાયેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન બોલ સાથે ચેડા કરવાના મામલે દોષી ઠેરવવામાં આવ્યા બાદ વૉર્નર અને સ્ટીવન સ્મિથને એક-એક વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યાં છે.

હાલ રાષ્ટ્રીય ટીમ માંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ વાઇસ કેપ્ટન વૉર્નર ચેનલ નાઇન તરફથી ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા સીરીઝ દરમિયાન કમેન્ટ્રી કરશે. વૉર્નર આ સાથે જ કેનેડાની ગ્લોબલ ટી20 લીગ સાથે કરાર કરી શકે છે. વૉર્નર પાંચ મેચની સીરીઝમાં કોમેન્ટ્રી પેનલનો હિસ્સો બનશે. બીજી મેચ 16 જૂનના રોજ કાર્ડિફમાં રમાશે. ચેનલ નાઇના ડાયરેક્ટર ટૉમ મલોને કહ્યું કે ડેવિડ વૉર્નર વન ડે અને ટી20ના શ્રેષ્ઠ બેટ્સમેન રહ્યાં છે અને તે બ્રિટન સીરીઝમાં અમારી સાથે કોમેન્ટ્રી પેનલનો હિસ્સો હશે. પરંતુ ડેવને લોકોએ નકારાત્મક રીતે રજૂ કર્યો જ્યારે તેણે કોઇને નુકસાન પહોંચ્યાડ્યુ ન હતું.

તેમણે કહ્યું કે, અમારા પાછલા પાંચ વર્ષોથી ડેવ સાથે પ્રોફેશનલ સંબંધો રહ્યાં છે. અમે હંમેશા તેમને એક સામાન્ય અને એક નમ્ર વ્યક્તિ તરીકે જોયા છે. તેઓ પોતાની ભુલોને સુધારીને આગળ વધવાનુ જાણે છે. અમને વિશ્વાસ છે કે ઑસ્ટ્રેલિયા તેમને તક આપશે.

Related posts

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!