GSTV

લારાનો 400 રન અણનમનો રેકોર્ડ તોડવાની ક્ષમતા માત્ર ભારતના આ ખેલાડી પાસે, વોર્નરે તક ગુમાવી

હાલ ક્રિકેટ જગતમાં ચારેકોર ડેવિડ વોર્નરની ટ્રીપલ સેન્ચુરીની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ડેવિડ વોર્નરે પણ “લારાના 400 રન નોટ આઉટ”નો રેકોર્ડ તોડનાર આગામી ભારતીય ખેલાડી અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, તે ખેલાડીમાં આ રેકોર્ડ તોડવાની ક્ષમતા છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરનું માનવું છે કે રોહિત શર્મા પાસે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાની ટેસ્ટમાં સૌથી મોટી 400 રનની અણનમ ઇનિંગ્સનો રેકોર્ડ તોડવાની ક્ષમતા છે. જો કે એડિલેડ ટેસ્ટમાં તે ખુદ તેની નજીક આવ્યો હતો. પરંતુ કેપ્ટન ટિમ પેને ઇનિંગને ડિક્લેર કરવાની ઘોષણાને કારણે તે આ રેકોર્ડ તોડી શક્યો નહીં.

વોર્નરે રોહિત શર્માની ભરપુર પ્રશંસા કરી

ડેવિડ વોર્નરને પૂછાયેલા એક સવાલમાં આ ઘાતક બેટ્સમેને જવાબ આપ્યો છે કે કોણ ભવિષ્યમાં લારાનો કિર્તીમાન તોડશે. ડેવિડ વોર્નરે કહ્યું છે કે, ભારતીય ટીમનો આધારસ્તંભ ખેલાડી એવો રોહિત શર્મા આગામી સમયમાં લારાના 400 રનના કિર્તીમાનને તોડવાની ક્ષમતા ધરાવે છે. આમ કહી તેણે રોહિત શર્માની પ્રશંસાના પૂલ બાંધ્યા હતા.

જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડરી બેટ્સમેન બ્રાયન લારાએ વર્ષ 2004માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ જ્હોન્સના મેદાનમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા લારાનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 375 રન હતો. જે પણ તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ જ્હોન્સના ગ્રાઊન્ડમાં જ બનાવ્યો હતો. લારાનો 375 રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના એક સમયના ઘાતક બેટ્સમેન મેથ્યુ હેડેને ઝિમ્બાબ્વે સામે તોડ્યો હતો.

વોર્નરના બેટે પાકિસ્તાનને ધમરોળી નાખ્યું

ડેવિડ વોર્નરે શનિવારે એડિલેડ ઓવન મેદાનમાં પાકિસ્તાન સામે કહેર વરસાવતા ચોથી સૌથી ફાસ્ટેસ્ટ ટ્રીપલ સેન્ચુરી ફટકારી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાય રહેલી બીજી ટેસ્ટમાં ડેવિડ વોર્નરે આ કારનામો કરી બતાવ્યો હતો. વર્ષ 2012 બાદ વોર્નર દ્રારા લગાવવામાં આવેલી આ સેન્ચુરી કોઈ પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડી દ્રારા ફટકારવામાં આવેલી પહેલી ટ્રીપલ સેન્ચુરી છે.

સોશિયલ મીડિયા યુઝર્સો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પર ગુસ્સે ભરાયા

સોશિયલ મીડિયા પર પણ ફેન્સ ઓસી.ના કેપ્ટનના નિર્ણયથી ક્રોધિત થયા હતા. જો દાવ ડિક્લેર ન કર્યો હોત તો ડેવિડ વોર્નરે બ્રાયન લારાનો અજય 400 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. લારાએ આ વિક્રમ ઈંગ્લેન્ડ સામે 2004માં સેન્ટ જ્હોન્સ મેદાનમાં કર્યો હતો. જે મેદાન પર લારાએ પહેલા 375 રન પણ એ જ ગ્રાઊન્ડમાં ફટકાર્યા હતા. વોર્નરની આજની ઈનિંગ્સ જોઈ ક્રિકેટ ચાહકો પણ મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં હતા કે લારાનો રેકોર્ડ તૂટી જશે પણ સમય પહેલા ઈનિંગ પર બ્રેક લગાવી દેતા લારાનો રેકોર્ડ હજુ અજય છે.

Read Also

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!