GSTV
Gujarat Government Advertisement

વિરોધી ખેલાડીઓએ કઠોર શબ્દો કહેતા ઓસ્ટ્રેલિયાનો ખેલાડી મેચ વચ્ચે છોડી ભાગી ગયો….

Last Updated on October 28, 2018 by Mayur

સ્લેજિંગ બિલ્કુલ સામાન્ય વાત છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેના મેચોમાં વારંવાર સ્લેજિંગ થતું રહેતું હોય છે. તેમાંય એશિઝ જેવી શ્રેણીમાં તો ખેલાડીઓ સ્લેજિંગમાંથી પસાર થવાના હોવાના હોવાથી. માનસિક રીતે જ તૈયાર થઇને આવ્યા હોય છે, પરંતુ એક ખેલાડીને જ્યારે મેચ વચ્ચે સ્લેજિંગ કરવામાં આવે ત્યારે તે ગ્રાઉન્ડ છોડી ચાલ્યો જાય આવી ઘટના કદાચ પહેલીવાર સામે આવી હશે.

આ ઘટના બની છે ઓસ્ટ્રેલિયાના ઘાતક બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે. ડેવિડ વોર્નરને બોલ ટેમ્પરિંગના મુદ્દે એક વર્ષ બેન કરવામાં આવ્યો છે. પરંતુ તે ક્લબ ક્રિકેટ રમી શકે છે. ત્યારે આવી જ એક ક્લબ મેચમાં ડેવિડ વોર્નર મેદાનમાં ઉતર્યો હતો. 35 રનના સ્કોર ઉપર ડેવિડ અણનમ હતો. અચાનક અમ્પાયર પાસે જઇ તેણે કહી દીધું કે, હું મેચ છોડી રહ્યો છું.

ડેવિડે જ્યારે બેટીંગ કરી રહ્યો હતો ત્યારે સામેની ટીમના ખેલાડીઓ તેનું સ્લેજિંગ કરી રહ્યા હતા. જેનાથી વ્યથિત થઇ અકળાઇ ઉઠેલા ડેવિડે મેચ છોડવાનો નિર્ણય લીધો. જાણીને નવાઇ લાગશે પણ ખેલાડીઓ જે સ્લેજિંગ કરી રહ્યા હતા તેમાં જેસન હ્યુઝનું નામ સામે આવ્યું છે. એ જ જેસન હ્યુઝ જે ફિલીપ હ્યુઝનો ભાઇ છે. જેનું માથામાં બોલ વાગી જવાના કારણે મેદાન પર મોત થયું હતું.

ખબરો પ્રમાણે જેસન અને બીજા ખેલાડીઓએ ડેવિડને ખૂબ ખરાબ શબ્દો કહ્યા હતા. જેના કારણે તે મેદાન છોડવા માટે તૈયાર થયો હતો. જો કે વિરોધી ટીમ માટે વોર્નર ચિંતાનો વિષય બનીને જ રહ્યો. ખેલાડીઓએ ડેવિડને મનાવી ફરી મેદાનમાં આવવાનું કહ્યું. જ્યારે વોર્નર 35 રને મેદાનમાં હતો અને ખેલાડીઓએ તેને બેટીંગ માટે મનાવ્યો નહોત તો કંઇ વાંધો નહોતો. જોકે ફરી વોર્નરને મેદાનમાં બોલાવતા તેણે 157 રનની તાબડતોડ ઇનિંગ રમી નાખી. જેના કારણે વિરોધી ટીમના પરસેવા છુટી ગયા હતા.

જોકે ક્રિકેટનો એક નિયમ તો એવો પણ છે કે કોઇ ખેલાડી એક વખત મેદાન છોડી દે તો પછી તે ફરી મેચમાં પુનરાગમન નથી કરી શકતો. માત્ર ઇન્જર્ડ થયેલા ખેલાડીને ટીમની કોઇ વિકેટ પડ્યા બાદ ચાન્સ મળે છે.

READ ALSO 

Gujarat Government Advertisement

Related posts

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!