GSTV

VIDEO : ડાબોડી ડેવિડ વોર્નર જમણોરી રમવા લાગ્યો અને ક્રિસ ગેલને ધોળા દિવસે તારા દેખાડી દીધા

દુનિયાના સૌથી ઘાતક બેટ્સમેનોમાં જેની ગણના થાય છે તે ક્રિકેટર એટલે ડેવિડ વોર્નર. એ મેદાનમાં ઉતરે એટલે ગમે તેવા બોલરને ધોળા દિવસે તારા બતાવી દે. હાઈટ પણ નાની જે સિક્સર મારવા યોગ્ય ક્રિકેટરોમાં હોવી જોઈએ તેનાથી પણ… પણ તાકાતથી જ્યારે શોટ મારે ત્યારે બોલ બાઉન્ડ્રી બહાર ચાલ્યો જાય. આજે ફરી ડેવિડ વોર્નર ચર્ચામાં છે, પણ આ વખતે બોલ ટેમ્પરિંગને લઈને નહીં ક્રિસ ગેલને ધોળા દિવસે તારા બતાવવામાં. ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગમાં ફસાયો ત્યારબાદ તેની કરિયર ખત્મ થઈ ગઈ તેવું ઘણા ક્રિકેટર્સ માની રહ્યા હતા. પણ કાઉન્ટી ક્રિકેટમાં ડેવિડ વોર્નર જે રીતે બેટીંગ કરી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે જ્યારે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરશે ત્યારે સામેની ટીમ વિરૂદ્ધ તમામ રેકોર્ડો એક જ દિવસે કકડભૂસ કરી દેશે. તેનું તાજુ ઉદાહરણ એટલે આ મેચ.

16 જાન્યુઆરીની રાતે બાંગ્લાદેશમાં ચાલી રહેલી બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં ડેવિડ વોર્નરે પોતાની ધાકક્ડ બેટીંગ બતાવી પણ જ્યારે તેણે બેટીંગ સ્ટાઈલ ચેન્જ કરી નાખી તો ઓડિયન્સ હક્કી બક્કી રહી ગઈ. વોર્નર આ મેચમાં સિલહેટ સિક્સર્સ તરફથી રમી રહ્યો હતો. જેનો સામનો રંગપૂર રાઈડર્સ સામે હતો. પોતાની ઈનિંગ રમતા ડેવિડ વોર્નરે જે કરી બતાવ્યું તે અદભૂત હતું. વોર્નરે 32 બોલમાં 47 રન ફટકાર્યા. ક્રિસ ગેલની બોલિંગ હતી જે પોતે પણ એક ઘાતક બેટ્સમેન છે. પહેલી બે બોલ રમવામાં ડેવિડ વોર્નરને પરેશાની થઈ. ત્રીજી બોલ પણ આ પ્રમાણે જ પસાર થઈ ગઈ. ઓવરની ત્રણ બોલ નીકળી ચૂકી હતી. તો વોર્નરે પોતાની સાઈડ ચેન્જ કરી નાખી. એટલે કે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન રાઈટ હેન્ડેડ થઈ ગયો. પહેલી બોલમાં જ સિક્સર ફટકારી દીધી. પછી આગામી બે બોલમાં બાઉન્ટ્રી ફટકારી દીધી. આ રીતે વોર્નરે બાકીની ત્રણ બોલમાં 14 રન ખેંચી લીધા.

ઈનિંગ પૂરી થતા જ ડેવિડ વોર્નરે 36 બોલમાં 61 રન ફટકારી દીધા હતા. મેચ બાદ વોર્નરે પોતાની આ ટેક્નિક વિશે કહ્યું કે, ”ક્રિસ ગેલની હાઈટ અને તેની બોલિંગ લેન્થ સામે રમતા શોટ નહોતો લાગી રહ્યો. એટલે મેં તાત્કાલિક સાઈડ ચેન્જ કરી નાખી. હું ગોલ્ફ રાઈટ હેન્ડથી રમતો હોવાથી મને કોઈ પરેશાની ન થઈ.”

વોર્નરે આ ઈનિંગ તો રમી પણ તે ઈન્જર્ડ પણ થયો. હવે ખબર છે કે વોર્નર બાંગ્લાદેશથી પરત ઓસ્ટ્રેલિયા જશે અને પોતાની કોણીની ઈન્જરીની સારવાર કરાવશે. જેથી જૂનમાં તે 50 ઓવરોની વનડે મેચ રમવા માટે તૈયાર હશે. જણાવી દઈએ કે વોર્નર પર બોલ ટેમ્પરિંગ બાદ લાગેલો 12 મહિનાનો બેન 29 માર્ચે પૂર્ણ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!