GSTV

Video : ડૅવિડ વૉર્નરે આંખોમાં આંસુ સાથે પોતાના દેશની માંગી માફી, કહ્યું ‘હું શરમસાર છું’

Last Updated on March 31, 2018 by Bansari

ઑસ્ટ્રેલિયાના પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વૉર્નરે શનિવારે સિડની પહોંચીને પ્રેસ કોન્ફરન્સ યોજી અને પોતાના કૃત્ય પર માફી માંગી છે. વૉર્નરે કહ્યું કે ‘જે કંઇ પણ થયું છે તેની હું જવાબદારી લઉં છું.’ ઑસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન તરીકે મે એક ગેરજવાબદારીભરી હરકત કરી છે જેનો મને અફસોસ છે. મને મારી ભૂલનો અહેસાસ છે અને ભૂલના કારણે જે દુષ્પરિણામ સામે આવ્યાં છે તેનું મને દુખ છે.

વૉર્નરે ભૂલની માફી માંગતા કહ્યું કે ‘મારા મનમાં હજુ પણ એક આશા છએ કે હું ફરીવાર પોતાના દેશ માટે રમીશ અને ફરીથી તે સન્માન મેળવીશ, પરંતુ હાલ મે આ વિચારને દફનાવી દીધો છે. હું આવનારા સમયમાં તે જાણવાનો પ્રયાસ કરીશ કે આખરે આ ભૂલ મારાથી કેવી રીતે થઇ.’

ઉલ્લેખનીય છે કે કેપ્ટન સ્ટીવ સ્મિથ અને કેમરૂન બૈક્રૉફ્ટે ઑસ્ટ્રેલિયા પહોંચતા જ માફી માંગી લીધી હતી પરંતુ ડેવિડવોર્નરે પણ બે દિવસનો સંમય લીધો અને તે પછી મીડિયા સામે આવ્યાં. જો કે અગાઉ વૉર્નરે ટ્વિટર પર એક નિવેદન આપ્યું હતું અને માફી માંગી હચી. તેમણે કહ્યું હતું કે તેમની ભૂલના કારણે ગેમ અને પ્રશંસકોની લાગણીઓ દુભાઇ છે.

Related posts

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!