GSTV

બૉલ ટેમ્પરિંગ મામલે વૉર્નરે માંગી માફી, લખ્યો ભાવુક સંદેશ

Last Updated on March 29, 2018 by Bansari

બૉલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઑસ્ટ્રેલિયાના પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વૉર્નરે મૌન તોડતાં પોતાનાથી થયેલી ચૂક અંગે માફી માંગી છે. વૉર્નરને ટેમ્પરિંગ મામલે મુખ્ય દોષી ઠેરવવામાં આવ્યો છે, જે પછી ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ વૉર્નર પર ભવિષ્યમાં ક્યારેય કેપ્ટન પદ સંભાળવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ડેવિડ વૉર્નરે ટ્વિટર પર નિવેદન આપ્યું છે કે, ‘ભૂલ થઇ છે જેનાથી ક્રિકેટને નુકસાન પહોંચ્યું છે, હું પોતાની તરફથી જવાબદારી લેતાં માફી માંગુ છું.’વૉર્નરે આ પોસ્ટ સિડની પરત ફરતી વખતે લખી હતી.


પોતાના નિવેદનમાં વૉર્નરે લખ્યું છે કે ‘હું સમજી શકું છું કે ગેમ અને પ્રશંસકો પર શું વીતી રહ્યું હશે. આ ઘટના ક્રેકેટ પર એક કાળો ડાધ છે, જેને આપણે પ્રેમ કરીએ છીએ અને હું તો બાળપણથી પ્રેમ કરું છું.’ તેમણે લખ્યું કે ‘મારે મારા પરિવાર, મિત્રો અને વિશ્વાસપાત્ર સલાહકારો સાથે સમય પસાર કરવાની જરૂરિયાત છે, હું આપ સૌને ટૂંક સમયમાં ફરીથી મળીશ.’

કેપટાઉનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ઓપનર કૈમરન બેનક્રોફ્ટ બોલ ટેમ્પરીંગ કરતાં ઝડપાઈ ગયો છે. વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા સરકારના આદેશથી કેપ્ટન સ્મીથને પદ પરથી હટાવી દેવાયો છે. તો સાથે વાઈસ કેપ્ટનને પણ પદ પરથી હટાવાયો છે. ત્યારે ટિમ પેનને નવા કેપ્ટન તરીકે જાહેર કરાયો છે. કૈમરન બેનક્રોફ્ટ મેચ દરમિયાન તેના ટ્રાઉઝરમાંથી પીળા રંગની ચીજ કાઢતાં દેખાયો. આ ઘટના બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે બોલ ટેંપરિંગની વાત માની છે. બાદમાં એમ્પાયરોએ પૂછ્યુ કે તેના ખીસામાં તે શું હતું. વીડિયોમાં બતાવાયું છે કે બેનફ્રોફ્ટ બોલ પર કંઈક લગાવી રહ્યો છે અને પછી પાછું તે પીળા રંગની વસ્તુ તેના ખીસામાં મૂકી દે છે. જે બાદ વિવાદ અાગળ વધતાં અોસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને 2,000 કરોડ રૂપિયાનું નુક્સાન જવાની શક્યતા છે. સ્મિથ અને વોર્નરે તો રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદ સનરાઈઝની કેપ્ટનશીપ પણ ગુમાવી દીધી છે. અા ત્રણેય ક્રિકેટરની કારકીર્દી સાથે સાથે ચેડાં થવાની સાથે તેમને અાર્થિક નુક્સાન પણ જવાની શક્યતા છે. અાઇસીસીઅે કૈમરન બેનક્રોફ્ટ પર 9 માસનો અને સ્મિથ અને વોર્નર પર અેક વર્ષ સુધી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!