GSTV
Home » News » માસ્ટર બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં , વિશ્વકપમાં આ ખેલાડી તોડી શકે છે બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ

માસ્ટર બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં , વિશ્વકપમાં આ ખેલાડી તોડી શકે છે બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 માં 500 રન ફટકારનારા પ્રથમ બેટ્સમેન બન્યા છે આ વર્લ્ડકપમાં તે સૌથી વધુ સ્કોર કરનાર છે. વોર્નરે મંગળવારે લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 53 રનની ઇનિંગ દરમિયાન આ રોકોર્ડ કર્યો હતો.

વોર્નરે આ વર્લ્ડકપમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.વોર્નરે સાત મેચમાં સાત ઇનિંગમાં 500 રન બનાવ્યા છે. તેનો સૌથી વધુ સ્કોર 166 રન છે અને તેની સરેરાશ 83.33 છે. વોર્નરે અત્યાર સુધી 46 ચોગ્ગા અને છ છગ્ગા લગાવ્યા છે. આ વર્લ્ડકપમાં વોર્નર ઉપરાંત, તેની ટીમના એરોન ફિંચ, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, ભારતના રોહિત શર્મા, ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન અને ઇંગ્લેન્ડના જો રૂટે બે બે સદી ફટકારી છે.

જો વોર્નરનું આવું જ પ્રદર્શન સતત રહેશે તો તે સંભવ છે કે તે કોઈપણ વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર બનાવા વાળો સચિન તેંડુલકરનો 16 વર્ષનો જુનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડશે. 2003 ના વિશ્વકપમાં તેંડુલકરે 673 રન બનાવ્યા હતા. વોર્નર આ રેકોર્ડ તોડવાથી 173 રન દૂર છે. જો ઓસ્ટ્રેલિયન ટીમ સેમિ-ફાઇનલમાં રમે છે, તો વોર્નર ત્રણ મેચો પૂરી કરશે. તે જ સમયે, ફાઇનલ્સ સહિત ઓસ્ટ્રેલિયા, ચાર મેચો મેળવી શકે છે. આવી પરિસ્થિતિમાં, વોર્નર સચિનનો રેકોર્ડ તોડી શકે છે.

READ ALSO

Related posts

વડોદરામાં કુદરતનો અજુબો આવ્યો સામે, એક મહિલાએ આપ્યા આટલા બાળકોને જન્મ

Path Shah

અમિત ચાવડાએ સરકારનાં વહીવટી વિભાગ પર લગાવ્યા આ આક્ષેપો

Mansi Patel

જૂનાગઢમાં કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા ભાજપમાં જોડાતા, કોંગ્રેસે લગાવ્યા આ આક્ષેપો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!