GSTV
Home » News » રાજસ્થાનમાં ઓઈલનાં ટેન્કરનો થયો અકસ્માત, તો ગામલોકોએ કર્યુ આ કામ

રાજસ્થાનમાં ઓઈલનાં ટેન્કરનો થયો અકસ્માત, તો ગામલોકોએ કર્યુ આ કામ

રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારના રોજ એક તેલથી ભરેલા ટેંકરના પલટ્યા બાદ સ્થાનીય લોકોમાં લૂટની હોડ મચી ગઈ છે. આ ધટના જયસિંહપુરા ગામની પાસે અલવદર-સિકંદરા મેગા હાઈવે પર થયો. આ ઘટનાનો શિકાર ટેંકર સરસવનાં તેલથી ભરેલો હતો. જેવુ સ્થાનિકોને જાણકારી મળી કે ટેંકર તેલથી ભરેલું છે અને તેમાંથી તેલ વહી રહ્યું છે તો તેલની લુટમાં લાગી ગયા. અનેક ગામના લોકોએ તેલ લૂટીને ઘરોમાં ડ્રમ ભરી લીધા છે. ટેંકરોમાંથી તેલ લુંટતા ગ્રામીણોનો એક વીડિયો વાયરલ થયો છે.

ટ્રક સાથે અથડાયા બાદ પલટ્યો ટેંકર

હાઈવે પર આ ઘટના વધુ સ્પિડમાં આવી રહેલા ટ્રક અને ટેંકરના અથડાવવાથી થયા છે. ટ્રક સાથે ટક્કર લાગ્યા બાદ તેલથી ભરેલુ ટેંકર પલટી ગયુ અને રસ્તાના કિનારાના ઢળાવમાં લડકી ગયુ. આ દરમિયાન ટેંકર માથી સરસવનું તેલ નિકળવા લાગ્યું. આ તેલની સુચના મળતા ત્યાં ગામ લોકો એકઠા થઈ ગયા.

પોલીસ મૂક દર્શક બની જોતી રહી

તેલથી ભરેલા ટેંકરના પલટવાની સૂચના પર બસવા થાણાની પોલીસ પણ મોકા પર પહોંચી અને ભીડને દૂર હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેતરોમાં વહેતું જોઈ પોલીસે તેલ લઈ જતા લોકોને રોક્યાં પણ નહીં. જો કે પોલીસને ચુપચાપ જોતા રહેવા પર સોશિયલ મીડિયા પર કેટલાંય સવાલો ઉભા થાય છે.

READ ALSO

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!