GSTV
Home » News » ધોની, રૈના અને ભજ્જીની દીકરીઓએ સાથે મળીને કરી મસ્તી, વીડિયો Viral

ધોની, રૈના અને ભજ્જીની દીકરીઓએ સાથે મળીને કરી મસ્તી, વીડિયો Viral

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવાને તમે વારંવાર મસ્તી કરતા જોઈ હશે, ક્યારેક તેના પિતા સાથે તો ક્યારેક માતા સાક્ષી સાથે. પરંતુ આ વખતે સુરેશ રૈના અને હરભજન સિંહની દીકરીઓ પણ જોવા મળી છે અને આ નેશનલ ગર્લ ચાઈલ્ડ દિવસ પર ત્રણેય દીકરીઓએ ભેગા થઈને જબરજસ્ત મસ્તી કરી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પ્રશંસકો તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે.

ચેન્નઈ સુપર કિંગ્સે પોસ્ટ કરી ધોની, રૈના અને ભજ્જીની પુત્રીની મસ્તી કરતો વીડિયો

ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી પોસ્ટ કરાયેલા વીડિયોમાં ધોનીની પુત્રી જીવા, સુરેશ રૈનાની પુત્રી ગ્રાસિયા રૈના અને હરભજન સિંહની પુત્રી હિનાયાએ એકસાથે મળીને નેશનલ ગર્લ ચાઈલ્ડ દિવસ પર મસ્તી કરતા હોય તેમ જોવા મળી રહ્યાં છે. આ વીડિયોની સાથે ચેન્નઈ સુપરકિંગ્સે લખ્યું, “બાળકોમાં સૌથી વધારે હાસ્ય અને સૌથી મોટું દિલ હોય છે. આવો નેશનલ ગર્લ ચાઈલ્ડ દિવસ પર તેમને હવે વધારે વિશેષ મહેસૂસ કરાવવાનો સંકલ્પ લઈએ.” ઉલ્લેખનીય છે કે આ વીડિયોને પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યાં છે અને ધોની, રૈના અને ભજ્જીની પુત્રીઓને પ્રેમ પણ આપી રહ્યાં છે.

સુરેશ રૈનાએ પણ પોસ્ટ કર્યો વીડિયો, લખ્યું, દીકરીઓ અનમોલ છે.

શિખર ધવને પણ પુત્રીની સાથે ટ્વિટર પર પોસ્ટ કરી તસ્વીર

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર આ દિગ્ગજ ક્રિકેટરોએ કર્યુ ટ્વિટ

READ ALSO

Related posts

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi

સિંગની ચીકી ઉત્તરાયણ પણ બનાવી હશે આજે ટ્રાય કરો સરસ પોપકોર્ન ચીકી

Dharika Jansari

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!