GSTV
Home » News » સેનામાં અધિકારીઓની 2 દિકરી સુપ્રીમ કોર્ટ પહોંચી, કરી રહી છે આ માગણી

સેનામાં અધિકારીઓની 2 દિકરી સુપ્રીમ કોર્ટ પહોંચી, કરી રહી છે આ માગણી

ભારતીય સૈન્યનાં અધિકારીઓની બે પુત્રીઓએ સુપ્રિમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યાં છે. સુરક્ષા દળનાં જવાનોનાં માનવઅધિકારોનું રક્ષણ કરવા માટે નિતી તૈયાર કરવાની માગ કરી છે. પ્રિતી કેદાર ગોખલે અને કાજલ મિશ્રા નામની બે યુવતિઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે કે, કેન્દ્ર સરકારને આ બાબતે નિર્દેશ આપવામાં આવે. સૈન્ય ડ્યુટી દરમિયાન ટોળા અથવા કોઈ વ્યક્તિ દ્વારા સશસ્ત્ર દળનાં જવાનો પર હુમલો થવાની સ્થિતીમાં સુરક્ષાકર્મીઓનાં માનવઅધિકારોનું રક્ષણ થાય તે દિશામાં યોગય પગલા ભરવા જોઈએ. આ માટે ભારત સરકારે યોગ્ય નિતી બનાવી તેનું પાલન થાય તે માટે કામ કરવું જોઈએ.

સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચ આવાતી કાલ સોમવારે આ અરજી પર સુનાવણી હાથ ધરશે. યાચિકાકર્તા પ્રિતી અને કાજલે આ મામલ કેન્દ્ર સરકાર,રક્ષા મંત્રાલય,જમ્મુ-કાશ્મીર સરકાર અને રાષ્ટ્રીય માનવઅધિકારી આયોગને પ્રતિવાદી બનાવ્યા છે. બન્ને અરજદાર યુવતિમાંથી એકનાં પિતા હાલ આર્મીમાં ફરજ બજાવે છે. જ્યારે અન્ય યુવતીનાં પિતા નિવૃત આર્મીમેન છે.

પ્રિતી અને કાજલે પોતાની અરજીમાં જણાંવ્યું છે કે, રાજ્યમાં હિંસક તત્વો દ્વારા સેનાનાં માનવઅધિકારોનાં ઉલ્લંઘનની વિવિધ ઘટનાઓમાં પ્રતિવાદીઓની નિષ્ક્રિયતાથી દુખી અને અસંતુષ્ટ થઈને અમે ઉચ્ચતમ ન્યાયલય તરફ આશાની મીટ માંડીને બેઠા છે. આવી ઘટના થતા જવાનોને તેમનાં કર્તવ્ય પાલનમાં વિઘ્ન આવે છે. તેમજ તેમની નિમણુંક સ્થળ પર તેમની સુરક્ષા સામે પણ ખતરનાક સ્થિતી પેદા થાય છે.

READ ALSO

Related posts

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva

ભારતીય આર્મીએ PoKમાં મચાવી તબાહી તો બોખલાયું પાકિસ્તાન, ફેલાવી રહ્યું છે આ જુઠ્ઠાણું

pratik shah

દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!