GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

પંચાયતના તુઘલખી ફરમાનને અવગણી દીકરીઓએ પિતાની અંતિમ ઇચ્છા કરી પૂર્ણ

રાજસ્થાનમાં પંચાયતના એક તુઘલખી આદેશને બાજુએ મૂકીને ચાર દીકરીઓએ પોતાના પિતાની અંત્તિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમના દેહને કાંધ આપી હતી અને બાદમાં મુખાગ્નિ પણ આપી હતી. જોકે, પિતાના અંતિમ સંસ્કાર બાદ પંચાયતે આ રેગર પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લાંબી બિમારીથી ઝઝૂમી રહેલા બારલી બૂંદી રેગર કૉલોની નિવાસી દુર્ગાશંકરનુ શનિવારે રાત્રે મોત થયુ હતું. દુર્ગાશંકરને કોઈ પુત્ર હતો નહીં અને તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમની દીકરીઓ તેમને કાંધ આપે અને મુખાગ્નિ આપે. પરંતુ દીકરીઓ દ્વારા અંતિમ સંસ્કારની રસ્મને નિભાવવી તે પંચાયતને ગમ્યુ નહીં. પંચાયતે દીકરીઓના પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ ન લેવા ચેતવણી આપી.

દીકરીઓએ માંફી માંગવાનો ઈન્કાર કર્યો

તો બીજીતરફ પંચની ચેતવણીને બાજુએ રાખી અર્થીને કાંધ આપી અને સ્મશાન ઘાટ પહોંચાડીને ચિતાને મુખાગ્નિ પણ આપી. મોટી દીકરી મીનાએ જણાવ્યુ, ‘પંચાયતમાં અમને પિતાના અંતિમ સંસ્કારની રસ્મમાં સામેલ ન થવા કહેવામાં આવ્યું હતું. જેનો અમે ઈનકાર કર્યો. પિતાના અંતિમ સંસ્કાર બાદ પંચાયતે અમને અને મારી માતાને માંફી માંગવા કહ્યું. પરંતુ અમે કોઈ ભૂલ કરી નહોતી એટલે અમે માફી માંગવાથી ઈનકાર કરી દીધો.’

અમારી સાથે ગુનેગાર જેવુ વર્તન

મીનાએ જણાવ્યું, જ્યારે અમે પિતાના અંતિમ સંસ્કાર કરી પરત ફરી રહ્યા હતાં તો અમે જોયુ કે સામુદાયિક ભવનને બંધ કરી દીધુ છે. પરંપરા અનુસાર, અમારે અહીંયા ન્હાવુ જોઈએ પરંતુ ઘર પર ન્હાવુ પડ્યુ. મીનાની નાની બહેન કલાવતી કહે છે, પોતાના પિતાની અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવા માટે અમને સજા આપવામાં આવી છે. કોઈ ગુનેગાર સાથે થઈ રહ્યો હોય તેવો અમારી સાથે એવો વ્યવહાર કરાઈ રહ્યો છે.

બીજીતરફ પંચાયતના સભ્યોએ પરિવારના આરોપોને ફગાવી દીધા છે. પંચાયતના વરિષ્ઠ સભ્ય મોડૂલાલે દાવો કર્યો છે કે પરિવારના સભ્યોએ સામુદાયિક બિલ્ડિંગની માફી માંગી જ નહીં. તો સમુદાયના અગ્રણી ચંદૂલાલ ચંદેલિયાએ કહ્યું, ‘હું શહેરથી બહાર છું અને આ અંગે મને વધુ જાણકારી નથી. પરંતુ નિશ્ચિત રીતે દીકરીઓ દ્વારા ઉઠાવેલુ આ પગલુ સાહસિક છે. સમાજમાં બૂંદીના બહારના કેટલાંક લોકો છે, જે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.’

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળા અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!