GSTV

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિકરી ઇવાન્કા પણ આવી ભારત, જુઓ તેની ખૂબસુરત તસવીરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસીય પ્રવાસે છે અને તેઓ અમદાવાદ પહોંચી ચુક્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.ટ્રમ્પનું પ્લાન એરપોર્ટ પહોંચતાં જ સૌપ્રથમ રાષ્ટ્રપતિ ટ્રમ્પની દિકરી ઇવાન્કા ટ્રમ્પ ઉતરી. જણાવી દઇએ કે ટ્રમ્પ પોતાના સમગ્ર પરિવાર સાથે ભારત પ્રવાસે પહોંચ્યા છે.

સાબરમતી ખાતે ઇવાન્કા

સાબરમતી આશ્રમમાં ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયાએ ગાંધીજીનો રેટિંયો કાંત્યો. જો કે આ દરમિયાન ઇવાન્કા ત્યાં નજરે ન આવી.

પતિ સાથે ભારત આવી ઇવાન્કા

ઇવાન્કા ટ્રમ્પ પ્રશાસનમાં સલાહકાર છે. ઇવાન્કા સાથે તેનો પતિ જેરેડ કુશનર પણ પહોંચ્યો છે. ઇવાન્કા પહેલાં પણ ભારત આવી ચુકી છે.

પીએમની ફેન છે ઇવાન્કા

ઇવાન્કા પીએમ નરેન્દ્ર મોદીને પહેલા પણ મળી ચુકી છે. વર્ષ 2017માં બંને હૈદરાબાદ ખાતે મળ્યાં હતા. ત્યારે ઇવાન્કાએ પીએમ મોદીને કહ્યું હતું કે ચાવાળાથી પીએમ સુધીની સફર કરીને તમે દેખાડી દીધું કે બધુ જ શક્ય છે.

પીએમે આ રીતે કર્યુ સ્વાગત

ડોનાલ્ડ ટ્રમ્પ પ્લેનમાંથી ઉતર્યા તે પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ ઇવાન્કા અને તેના પતિનું સ્વાગત કર્યુ અને તેમની સાથે વાતચીત કરી.

એરપોર્ટ બાદ ટ્રમ્પ સાથે સાબરમતી પહોંચી ઇવાન્કા

અમદાવાદ એરપોર્ટ બાદ 22 કિલોમીટરના રોડશૉ બાદ ઇવાન્કા ટ્રમ્પ મહાત્મા ગાંધીના આશ્રમ સાબરમતી પહોંચી.

ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, હ્રદય કુંજમાં મોદી બન્યા ગાઈડ

અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું પીએમ મોદી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં  આવ્યુ છે. પીએમ મોદી સ્વાગત દરમ્યાન ગળે મળ્યા હતા. જે બાદ ટ્રમ્પને એરપોર્ટ પર ગોર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ એરપોર્ટ પર એક હજાર કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.  ટ્રમ્પ સાથે તેમના પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયા પણ અમદાવાદ આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ રોડ શો દ્વારા ગાંધી આશ્રમ જવા રવાના થયા હતા.

ગાંધી આશ્રમના પટાંગણમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી હળવી પળનો પણ આનંદ માણ્યો હતો. અદભૂત શાંતિનો અનુભવ કરાતા આશ્રમમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી વાર બેસી નિરાંતની પળ માણી હતી. તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્ની નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પણ મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચ્યા. જ્યાં પીએમ મોદીએ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ ટ્રમ્પને હદય કુંજમાં મહાત્મા ગાંધીના ઓરડામાં લઈ ગયા હતા. જ્યાં પ્રધાનમંત્રી મોદી મેલેનિયા અને ટ્રમ્પના ગાઈડ બન્યા હતા અને ગાંધીજી સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ તેમને સમજાવી હતી.

અને આશ્રમ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્રમ્પ અને મેલેનિયાને આપી હતી. સાથે જ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો પણ ફેરવ્યો હતો અને ગાંધી આશ્રમની બુકમાં પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.

ગાંધીજીના ત્રણ સત્યના પ્રતીકો સમાન વાંદરાઓ નીહાળ્યા

સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ગાંધીજીના ત્રણ વાંદરાઓ વિશે માહિતી આપી હતી. સફેદ રંગના આરસના આ વાંદરાઓ ખોટું ન બોલવું, ખોટું ન સાંભળવું અને ખોટું ન જોવુંના પ્રતીકો છે.

ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું સાદગીથી સ્વાગત કર્યા બાદ પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. અને ગાંધીજીની તસવીરને શ્રદ્ધાંજલિ આપી વંદન કર્યા હતા.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!