ચૂંટણી પ્રચારની ગરમા ગરમી વચ્ચે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ છોડી ચુકેલા 21 નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.જેમાં તાજેતરમાં હિ્ન્દુઓ સામે વિવાદિત નિવેદન કરનાર મૌલાના તોકીર રઝાની પુત્રવધુ નિદા ખાનનો પણ સમાવેશ થાય છે.
નિદા ખાને ભાજપનુ સભ્યપદ સ્વીકાર્યુ છે અને એ પછી કહ્યુ હતુ કે, હું ભાજપના કામથી પ્રભાવિત છું અને એટલા માટે જ મેં ભાજપ જોઈન કરી છે.ત્રણ તલાકના મામલામાં ભાજપે જે પણ નિર્ણય લીધા છે તે પ્રશંસાને પાત્ર છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, મારા સસરા જે પણ કહે તે પરંતુ આ મારો વ્યક્તિગત નિર્ણય છે.મુસ્લિમ મહિલાઓ નિશ્ચિત રીતે ભાજપનુ સમર્થન કરશે.
ઉલ્લેખનીય છે કે, મૌલાના તોકીર રઝાનો એક વિડિયો તાજેતરમાં વાયરલ થયો હતો.પોતાના ભાષણમાં રઝાએ ધમકી આપતા કહ્યુ હતુ કે, અમારા યુવાનો જો બેકાબૂ થયા તો હિન્દુઓને આ દેશમાં ક્યાંય સંતાવાની જગ્યા નહીં મળે.
Read Also
- રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત
- જિયા ખાનની માતાએ પોલીસ અને CBIની તપાસ પર ઉઠાવ્યા અનેક સવાલ, કહ્યું- ‘આ આત્મહત્યા નહીં, હત્યાનો મામલો છે’
- Box Office/ તાપસીની ફિલ્મ ‘દોબારા’ને આ ગુજરાતી ફિલ્મે પાછાડી, કાર્તિકેય 2ની કમાણીમાં જોરદાર ઉછાળો
- ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત
- તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત