GSTV
Trending Videos Viral Videos

ધગધગતા તાપમાં મહેનત કરતા જોઈને દીકરીનું દિલ ભરાઈ ગયું, પછી જે કર્યુ તે જોઈને થઈ જાશો ભાવુક

માં એ માં. તે હંમેશા તેના બાળકોને દરેક મુશ્કેલીમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે. માતા પોતે ભલે ગમે તેટલી પીડા સહન કરે, પણ સંતાનોને દુઃખી થવા દેતી નથી. આવી સ્થિતિમાં જો બાળકો પણ માતાના દુ:ખને સમજવા લાગે અને તેની સેવામાં લાગી જાય તો પછી તો શું વાત જ છે. હાલ મા-દીકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોયા પછી વ્યક્તિ ચોક્કસપણે ભાવુક થઈ શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માતા ધગધગતા તાપમાં જીવનનિર્વાહ માટે ફળ વેચી રહી છે અને તેની પાછળ તેની દીકરી ઉભી છે જે તેના દુખને જોઈ તેને પંખો નાખી રહી છે.

 દીકરી

ઈમોશનલ કરી દેશે આ વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે એક મહિલા રોડ પર તડકામાં ફળ વેચી રહી છે. તેમની નાની પુત્રી પણ પાછળ જોવા મળે છે. ધોમધખતા તાપમાં માતાને મહેનત કરતી જોઈ દીકરીથી રહેવાયુ નહી. તેણે તરત જ એક કાર્ડબોર્ડ ઉપાડ્યું અને તેની માતાને પંખા નાખવાનું શરૂ કર્યું. માતા ફળો વેચી રહી છે અને પુત્રી તેને ગરમીથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. બંનેનો આ વીડિયો એટલો શાનદાર છે કે તે કોઈપણને ભાવુક કરી દેશે.

દીકરીની સમજને જોઈને ખુશ થઈ રહ્યા છે લોકો

એક નાની છોકરી જે રીતે પોતાની સમજણ બતાવી રહી છે અને તેની માતાને તડકાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે તે જોઈને લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે. જેણે પણ આ અદ્ભુત નજારો જોયો તે જોતો જ રહ્યો. આ વિડિયો bhutni_ke_memes નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. એક યુઝરે વીડિયો પર લખ્યું છે કે, ‘કારણ કે આ માં છે.’ આ વીડિયો જોઈને એક વ્યક્તિ લોકો પાસે લોકેશનની માંગણી પણ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ અનોખો વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.

READ ALSO:

Related posts

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda

ઉદેપુરના જઘન્યકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા, હત્યારાઓ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે છે જોડાયેલા

Hardik Hingu
GSTV