GSTV

ગર્લફ્રેન્ડ સાથે પહેલી વારની ડેટમાં રાખો આ ધ્યાન, કાયમ મારે થઈ જશે તમારી….

યુવકો હંમેશા પોતાના મનપંસદ પાત્રને પહેલી વખત નજરોથી માણે છે. પરંતુ જ્યારે તેની સાથે રૂબરૂ મુલાકાત કરવાની વાત હોય ત્યારે યુવાનોના પગ પાણી પાણી થઈ જાય છે. સામાન્ય રીતે યુવતીઓ ઉપર પ્રભાવ પાડવો સરળ નથી. અને તેની સાથે ઘણી બધી ખરાબ ડેટ પર ગયાં બાદ તમે તેને તમને પસંદ ન કરવા બદલ દોષી ન ઠરાવી શકો. સ્ત્રી તમારા પ્રત્યે આકર્ષિત થાય તે માટે અહીં જણાવેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખશો તો ચોક્કસપણે તમે તમારી ડેટને યાદગાર બનાવી તે સ્ત્રીના હૃદય પર તમારી એક ચોક્કસ છાપ છોડી શકો છો. તમારી ડેટને પરિણામ તરફ ચોક્કસ લઈ જઈ શકો છો

વિવેકી અને સજ્જનપણું ક્યારેય પણ જૂનવાણી નથી

પ્રથમ ડેટ સમયે છોકરી માટે તમારા વિવેકી અને સજ્જનપણાની છાપ એ ખૂબજ મહત્ત્વની છે. તે જૂનવાણી નથી. ડેટ માટે આવતી છોકરી માટે દરવાજો ખોલવો, સામેથી લેવા જવું, ઘર સુધી મુકવા જવું, તમને શું પસંદ છે, સહિતની બાબતોનું ધ્યાન આપો. તેના પર તમારા વિચારો ના થોપી દો. વાતો કરવામાં પણ સજ્જનતા દાખવો. જુઓ કે તે તમારા પ્રશ્નોના જવાબ કઈ રીતે આપે છે તેના હાવભાવ તમને જણાવશે કે તે તમારા વિશે શું વિચારી રહી છે.

સુંદર દેખવાના પ્રયાસો કરો

તમે મનથી સુંદર હોવા સાથે તનથી પણ સુંદર લુકનો પ્રયાસ કરો. જો તમે દાઢી રાખો છો, ખાલી મૂછ કે પછી ક્લિન શેવ્ડ રહેવાનું પસંદ કર છો તે તમારી અંગત પસંદ છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ ડેટ પર જાઓ ત્યારે તમારા દાઢીને પ્રોપર ટ્રીમ કરી લો. મૂછોને યોગ્ય આકાર આપી દો. બેસ્ટ બિયર્ડ ઓઈલ, ટ્રીમર અનેં મોસ્ટોચે વેક્સમાં પૈસા ખર્ચતા પહેલા વિચાર કરો નહીં. કારણ આ બધી જ બાબતો તમને સુંદર દેખાવવામાં મદદ કરશે.

સ્ટ્રોંગ અને લાંબા સમય સુધી ચાલતું પર્ફ્યૂમ વાપરો

પહેલી ડેટ પર જતી વખતે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત જે તમે ખૂબ જ સરળતાથી કરી શકો તો તે છે કે તમે સ્ટ્રોંગ સુગંધવાળું લાંબા સમય સુધી ચાલતું પર્ફ્યૂમ છાંટો. ખાસ ધ્યાન રાખો કે સુગંધ એટલી પણ સ્ટ્રોંગ ન હોય કે સામેના વ્યક્તિનું માથું દુખવા લાગે. પહેલી ડેટ પર જતી વખતે તમારામાંથી આવતી ગંધ પણ એટલું જ મહત્ત્વ રાખે છે તો તે તરફ દુર્લક્ષ ન સેવો. હાલ તો બજારમાં પુરુષો માટે ઉત્તમ બ્રાન્ડના પર્ફ્યૂમ ૫૦૦ રૂપિયામાં મળી જાય છે.

સેલિબ્રિટી બનવાની જરૂર નથી, જેવા છે તેવા જ રહો

તમારે કોઈ સેલિબ્રિટી જેવા દેખાવાની જરૂર નથી. શક્ય છે કે તે હિરોના શરીર પર જે સુંદર દેખાય છે તે તમારા પર ન પણ શોભે. કોઈના જેવું બનવા કરતા તમને આરામદાયક લાગે તવા કપડા પહેરો. કારણ કોઈના જેવું દેખાવાનો ભાર કે દબાણ તમારા પર હસે તો તમે આત્મવિશ્વાસ સાથે વાતચીત નહીં કરી શકો. જો તમે આરામદાયક કપડામાં હશો. તમારા પર કોઈના જેવું બનવાનું કે દેખાવાનો ભાર નહિ હોય તો તમે મુક્તપણે વાતો કરી પોતાના વિચાર કહી સ્ત્રી પર તમારી અમીટ છાપ ઊભી કરી શકશો. અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથેના પુરૂષ તરીકે સ્ત્રીને આકર્ષિત કરશો.

ડેટ પર હસતા રહો અને સામેના પાત્રને હસાવતા રહો

હસવાની અને હસાવવાની કળા ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે. સ્ત્રીને ડેટ પર લઈ જાવ ત્યારે તમે તેને હસાવવાનો પ્રયત્ન કરો પરંતુ તેને કારણે સ્ત્રી ક્ષોભજનક પરિસ્થિતિમાં ન મૂકાય તેનું પણ ખાસ ધ્યાન રાખો. હાસ્યની કળા હોવી અને હસાવતા ન આવડતું હોવા છતાં પરાણે હાસ્યાસ્પદ બનવાનો પ્રયત્ન કરવો, તે બંનેમાં ખૂબ જ ફરક છે. કારણ તેના કારણે તમને જ અજુગતું લાગશે અને તેમ કરવા જતા ડેટ બગડે તેવી પણ સંભાવના છે. એક જાણીતા એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ જણાવે છે કે હું ખૂબ જ અંતર્મુખ હતો અને તેથી જ જ્યારે પણ ડેટ પર જાઉ ત્યારે મુક્તપણે છોકરી સાથે વાત કરવાની મારી જીભ જ ઉપડતી નહોતી. હું તેની સાથે ઝડપથી મિત્રતા પણ નહોતો કરી શકતો. પરંતુ ત્યાર બાદ મને સ્વયં પર જોક મારી લોકોને હસાવવાની કળાની જાણ થઈ હતી. આ જ વાત મને ઘણી કામ લાગી અને તે પછીથી મારા જીવનમાં અનેક સારી મિત્રો પણ આવી અને એક ગર્લફ્રેન્ડ પણ બની અમે આજે પાછલા ત્રણ વર્ષથી સાથે છીએ.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!