GSTV

આ ડેટિંગ એપને હેકર્સે બનાવી પોતાનો શિકાર અને લાખો લોકોનો ડેટા થયો લીક, શું તમે તો નહોતા વાપરી રહ્યાં….

જો તમે ડેટિંગ એપ MeetMindfulનો ઉપયોગ કરતા હોવ તો તમારી માટે આ સમાચાર ઘણા કામના છે. MeetMindful ની સિક્યોરિટી તોડી હેકર્સે લાખો લોકોનો પર્સનલ ડેટા હેક કર્યો છે. આટલું જ નહીં પરંતુ લાખો લોકોની ખાનગી માહિતી પણ હેકર્સે ઈન્ટરનેટ પર નાંખી દીધી છે.

ડેટા લીકને કારણે અમેરિકામાં હડકંપ…

MeetMindful અમેરિકાની જાણીતી ડેટિંગ એપ છે. તેનો ઉપયોગ અમેરિકાના કરોડો લોકો કરે છે. એક માહિતી અનુસાર 1.2 જીબીની એક ફાઈલ હેકર્સે વેબસાઈટથી ડાઉનલોડ કરી હતી. જેમાં લોકોના નામ, નંબર, ફેસબુક આઈડી, જન્મસ્થળ અને ડેટિંગની પસંદગી જેવી માહિતીઓ હતી. આ મામલે MeetMindful ના મેનેજમેન્ટે ડેટા લીક થવાથી બચાવવા સુરક્ષા વધારી છે. આ ઉપરાંત ડેટા રિકવર કરવા માટે ખાસ ટીમ બનાવી છે.

નિષ્ણાંતોના મતે આ સંપૂર્ણ કેસ બેદરકારીનો છે, કારણ કે ડેટાને સરળતાથી મળી જાય તેવી ફોરમમાં પોસ્ટ કરવામા આવ્યો હતો અને ત્યાંથી હેકરે ડેટાને ફ્રીમાં ડાઉનલોડ કરી લીધો. MeetMindful નું હેડક્વાટર્સ અમેરિકાના કોલોરાડોમાં છે. MeetMindful નો પ્રારંભ 7 વર્ષ અગાઉ 2014માં થયો હતો. MeetMindful ના કેઈથ ગ્રુઅને યુઝર્સ સમક્ષ ડેટા લીક મામલે માફી માગી હતી. આ સાથે યુઝર્સને પાસવર્ડ બદલવા અપીલ કરી હતી. કંપનીએ સિક્યોરિટી વધારવા માટે નવા ફિચર્સ એડ કરવાની વાત કહી હતી.

અગાઉ પણ થયો હતો ડેટા લીક

ગત વર્ષે 2020માં પણ અમેરિકાની વર્જીન મીડિયાનો ડેટા લીક થયો હતો. જેમાં અંદાજે 1 લાખ યુઝર્સની માહિતી લીક થઈ હતી. આ અગાઉ 2018માં બ્રિટિશ એરવેઝના ગ્રાહકોનો ડેટા લીક થયો હતો, જેનું પરિણામ બ્રિટિશ એરવેઝે ભોગવવું પડ્યું હતું. ડેટા લીક મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને અમુક પુરાવા મળ્યા છે જેના વડે હેકર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!