GSTV
Home » News » વીડિયો કોલ પર ગર્લફ્રેન્ડને બતાવી રહ્યો હતો કંઈક આવું, પગ લપસ્યો અને થઈ ગયું મોત

વીડિયો કોલ પર ગર્લફ્રેન્ડને બતાવી રહ્યો હતો કંઈક આવું, પગ લપસ્યો અને થઈ ગયું મોત

મધ્યપ્રદેશના દતિયાથી એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકનું ફાંસી પર લટકવાના કારણે મોત નિપજ્યું હતું. યુવક ગળામાં દુપટ્ટાનો ફંદો બનાવીને પ્રેમિકાને વોટ્સએપ પર ફાંસી લગાવવાની રીત દર્શાવતો હતો. તે સમયે સંતુલન બગડવાના કારણે ફંદો તેના ગળામાં અટકી ગયો અને તેની મોત થઈ ગઈ. યુવકનું નામ હિતેશ કુશવાહા છે અને તેની ઉંમર 21 વર્ષ હતી.

જાણકારી અનુસાર યુવક પૂર્વ કાઉન્સીલર માનસિંહ કુશવાહનો ભત્રીજો હતો. તે પોતાના રૂમમાં પ્લાસ્ટિકની ખુરશીમાં ચઢ્યો હતો. સાથે જ ગળામાં દુપ્પટાનો ફંદો બનાવીને વોટ્સએપ પર પોતાની પ્રેમીકાને દર્શાવી રહ્યો હતો કે ફાંસી કઈ રીતે લગાવી શકાય. તે સમયે અચાનક તેનું સંતુલન બગડ્યુ અને પગની નીચેથી પ્લાસ્ટિકની ટાંકી સરકી ગઈ અને તેનું મોત થઈ ગયું.

સોમવાર સવાર સુધી જ્યારે યુવક રૂમની બહાર ન નિકળ્યો તો પરિવારે દરવાજો ખટખટાવ્યો પરંતુ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. યુવકની બહેનના ખૂબ પ્રયત્નો છતાં જ્યારે રૂમના અંદરથી કોઈ પ્રતિક્રિયા ન આવી તો રૂમમાં ઝાંખીને જોયું ત્યારે ખબર પડીકે યુવકનું મોત થઈ ચુક્યું છે.

whats app new feature

પરિવારના લોકોએ આ મામલાની પોલીસને જાણ કરી. પોલીસે યુવકનો મોબાઈલ લીધો. રવિવારે રાતે હિતેશ પોતાના મિત્રો સાથે મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો. ત્યાં જ તેમને મોબાઈલમાં ફાંસી લગાવવાના બે વીડિયો પણ મળ્યા છે.

Read Also

Related posts

અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના ન્યૂઝ ખોટા, સુત્રોએ કર્યો નવો ખુલાસો

Kaushik Bavishi

2020ની ઈદ પર આવશે સલમાનની ધમાકેદાર ફિલ્મ ‘રાધે’, દબંગ-3 સાથે રિલીઝ કર્યું ફસ્ટ લુક…

pratik shah

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!