GSTV

મોતનું તાંડવ/ 15 દિવસમાં કોરોનાના કહેરથી સળગી એટલી લાશો કે 4 મહિનાનો લાકડાનો સ્ટોક 15 દિવસમાં થઈ ગયો સ્વાહા

Last Updated on May 15, 2021 by Karan

કોરોના કર્ણાટકનાં પાટનગર બેગ્લોરૂમાં કોરોનાનો કહેર સતત ચાલું જ છે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનાંના 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 373 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, તેની સીધી અસર સ્મશાનભૂમિ પર જોવા મળી રહી છે. બેગ્લોરૂમાં ઘણા સ્મશાનગૃહોમાં મૃતદેહોનાં અગ્નિસંસ્કાર ચાલુ જ છે અને આ કારણ છે કે મૃતદેહોનાં અગ્નિસંસ્કાર માટેનો 4 મહિનાનો લાકડાનો સ્ટોક માત્ર 15 દિવસમાં ખતમ થઈ ગયો છે.

સ્મશાનગૃહમાં મૃતદેહોનાં અગ્નિસંસ્કાર પાછળ 1 થી દોઢ એકર જમીનનો ઉપયોગ

છેલ્લા 15 દિવસમાં લગભગ 1000 ટન લાકડાનો ઉપયોગ મૃતદેહોનાં અગ્નિ સંસ્કાર માટે કરવામાં આવ્યો હતો. 1 મેથી અત્યાર સુધીમાં, શહેરમાં કોરોનાથી લગભગ ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. દક્ષિણ બેગ્લોરૂમાં તવરકરે સ્મશાનગૃહમાં મૃતદેહોનાં અગ્નિસંસ્કાર પાછળ 1 થી દોઢ એકર જમીનનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે તે વધારીને 4 એકર કરવામાં આવી છે. અહીં દરરોજ 50 થી 60 મૃતદેહોનાં અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

મૃતદેહોનો અંતિમ સંસ્કાર સ્થાનિક વહીવટીતંત્ર કરે

ઘણીવાર પરિવાર મૃતદેહોને મુકીને જતા રહે છે અને આવી સ્થિતિમાં, તે મૃતદેહોનો અંતિમ સંસ્કાર સ્થાનિક વહીવટીતંત્ર કરે છે. અહીં વરસાદ દરમિયાન પણ શેડ બનાવીને પણ સતત અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મશાનગૃહમાં મૃતદેહનાં અગ્નિસંસ્કાર માટે ટોકન આપવામાં આવે છે અને આ ટોકન નંબર પરથી મૃતકનાં પરિવારજનોને મૃતકની અસ્થિઓ આપવામાં આવે છે. જો કે હવે શનિવારથી આ ટોકન આપવાની કામગીરી પણ ઓનલાઇન શરૂ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!