GSTV

રશિયાની રસીની ટ્રાયલ કરી રહેલી ડો. રેડ્ડીઝના ડેટામાં ઘુસણખોરી, દુનિયાના તમામ કારખાનાઓમાં રોકાયું કામ

દિગ્ગજ ફાર્મા કંપની ડો. રેડ્ડીઝએદુનિયામાં પોતાના તમામ કારખાનામાં કામ રોકી દીધું છે. કંપનીના કેટલાક સર્વરના ડેટા સુધી બહારના લોકો પહોંચી ગયાની આશંકામાં આ કામ રોકવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા જ ડો. રેડ્ડીઝે ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ તરફથી કોવિડ-19 માટે રશિયાની રસીનું ભારતમાં બીજા અને ત્રીજા ચરણમાં ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.

100 મિલિયન ડોઝની કરશે આપૂર્તિ

ડો. રેડ્ડીઝ અને આરડીઆઈએફએ ભારતમાં સ્પુતનિક વી વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી કેટલાક દિવસો પહેલા મળી છે. હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડના મુખ્યાલય અને રશિયાના નિયંત્રણ વાળા રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડને ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં સ્પુતનિક વી વેક્સિનના બીજા અને ત્રીજા ચરણના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. આ પહેલા પાછલા મહિને સપ્ટેબરમાં ડો. રેડ્ડીઝ અને આઈડીઆઈએફએ સ્પુતનિક વી વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ અને ભઆરતમાં તેના વિતરણને લઈને ભાગીદારી કરી હતી. ભાગીદારીના ભાગરૂપે આઈરડીઆઈએફ ભારતમાં ડો. રેડ્ડીઝને વિનિયામક અનુમોદન ઉપર વેક્સિનની 100 મિલિયન ડોઝની આપૂર્તિ કરશે.

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!