GSTV
Entertainment Television Trending

તુનિષા શર્માના નિધન બાદ ફરી શરૂ થયું ‘અલી બાબા’નું શૂટિંગ, શોની એક્ટ્રેસે કહી આ વાત

24 ડિસેમ્બરે ટીવી સીરિયલ ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં મરિયમનો રોલ કરનાર તુનીષા શર્માએ સેટના મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેનો કો-સ્ટાર શીઝાન ખાન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને સેટ પર ગભરાટનો માહોલ હતો. માનવામાં આવી રહ્યું હતું કે આ શોને ઓફ-એર કરવામાં આવશે, પરંતુ એવું ન થયું, બલ્કે 29મી ડિસેમ્બરે એટલે કે તુનિષાના મૃત્યુના 5 દિવસ પછી શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

શોના અન્ય કલાકારો અલબત્ત શૂટિંગ કરી રહ્યા છે, પરંતુ તે હજી પણ આઘાતની ઘટનામાંથી બહાર આવ્યા નથી. શોના કલાકાર સપના ઠાકુરે આ વિશે વાત કરી છે. સપનાએ જણાવ્યું કે તુનિષાના મૃત્યુ પછી જ્યારે તે પહેલીવાર સેટ પર પહોંચી ત્યારે તેણે જે અનુભવ કર્યો શબ્દોમાં વ્યક્ત કરવું મૂશ્કેલ છે. તેણે કહ્યું કે દરેક વ્યક્તિને શૂટિંગમાં જવાનું ભારે લાગી રહ્યું છે. સપનાએ જણાવ્યું કે શોનું શૂટિંગ શરૂ થઈ ગયું હોવા છતાં તે જૂના સેટ પર નથી થઈ રહ્યું.

સપનાએ કહ્યું કે જ્યારે તેને સેટ પરથી ફરીથી શૂટ માટે ફોન આવ્યો ત્યારે તેના મનમાં એક જ સવાલ હતો કે શું તેણે ફરીથી તે સેટ પર પરત ફરવું પડશે? પરંતુ જ્યારે તેને ખબર પડી કે ટીમ બીજા સેટ પર શૂટિંગ કરી રહી છે ત્યારે તેને શાંતિ થઈ હતી. તે જૂના સેટ પર પાછા જવા માંગતી નથી, કારણ કે તેની સાથે ઘણી યાદો જોડાયેલી હતી.

Also Read

Related posts

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk
GSTV