GSTV

દસક્રોઇના ગામડી ગામે ભાડે ખેતર રાખી ગોરખધંંધો, યુરિયા ખાતર બારોબાર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપાયું

ગુજરાતના ખેડૂતોનો આ વર્ષે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાક નાશ પામ્યો છે ત્યારે આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે, તો બીજીતરફ ખેડૂતોના નામે ખાતર મેળવીને સબસિડીવાળું ખાતર બારોબાર ઉદ્યોગોને વેચી દેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ પોલીસે દસક્રોઇ તાલુકાના ગામડી ગામેથી પકડી પાડયું છે.

ખાતર બારોબાર ઉદ્યોગોને વેચી દેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ પોલીસે ઝડપ્યું

 સીઆઇડી ક્રાઇમે ચોક્કસ બાતમી આધારે દસક્રોઇ તાલુકાના ગામડી-ચોરસ રોડ ઉપર આવેલા ગામડી સીમમાં ગણેશ ફાર્મ જવાના રોડ ઉપર દરોડો પાડયો હતો જેમાં લાલજીભાઇ દેસાઇની ખુલ્લી જગ્યામાં શેડ બનાવીને અલગ   અલગ કંપનીના યુરિયા ખાતરની સબસિડીવાળી યુરિયા ખાતરની કુલ ૫૭૬  થેલીઓ પકડી પાડી હતી. પોલીસે ઘટના સ્થળેથી બેગ ક્લોઝર મશીન તથા સરકારી ખાતરની ખાલી ૩૩ નંગ થેલીઓ અને ટેકનીકલ ગ્રેડ યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીઝ યુઝ  ઓન્લી લખેલી નવી ખાલી કુલ ૧૨૦૦ થેલીઓ સહિત કુલ રૃા. ૬,૧૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

૧૨૦૦ થેલીઓ સહિત કુલ રૃા. ૬,૧૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં હેમંતભાઇ પ્રવીણચન્દ્ર જરીવાલા (રહે ઃ મણીનગર) અને ગામડી ગામના વિષ્ણુભાઇ લાલજીભાઇ દેસાઇ સહિત અન્ય શખ્સો સામે ગુનો નોધ્યો છે. તેઓએ આ જમીનનું મહિને રૃા. ૮૦૦ ભાડું ચૂકવતા હતા. આરોપીઓ ખેડૂતોને રાહતદરે આપવામાં આવતું સબસિડી વાળુ યુરિયા ખાતર યેનકેન પ્રકારે ખેડૂતોના નામના અસલ આધાર પુરાવાનો ઉપયોગ કરીને મંડળીમાંથી લઇને મજુરો મારફતે યુરિયા ખાતરની બોરીઓમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેની થેલીઓમાં ભરીને બારોબાર વેચી મારતા હતા.

ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેની થેલીઓમાં ભરીને બારોબાર વેચી મારતા

નોંધનીય છે કે પોલીસે આમામલે આરોપીઓની અટકાયત કરીને તબીબી ચકાસણી બાદ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.આરોપીઓ કેટલા સમયથી આ ગોરખધંધો કરતા હતા આ રેકેટમાં અન્ય કોની સંડોવણી છે તે સહિતની તપાસ કરવામાં આવશે.

READ ALSO

Related posts

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!