GSTV
Home » News » દશેરાનું વાહન ચાલકોએ શુભ મૂહૂર્ત સાચવ્યું પણ વિક્રેતાઓનું ન સચવાયું, છે નારાજ

દશેરાનું વાહન ચાલકોએ શુભ મૂહૂર્ત સાચવ્યું પણ વિક્રેતાઓનું ન સચવાયું, છે નારાજ

દશેરાના દિવસે અમદાવાદમા મોટી સંખ્યામા લોકોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ખરીદી કરી હતી. શો રૂમમાંથી પોતાની પસંદગીનું વાહન લઇ જતા લોકોના ચહેરા પર અનોખો આનંદ જોવા મળતો હતો. વિક્રેતાઓનું માનીએ તો આ વર્ષે ઘરાકીમાં 30થી40  ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પહેલા વિમાનું પ્રીમિયમ વાહનના કુલ પ્રાઇઝના 5થી6 ટકા આવતું હતું. જે છેલ્લા કેટલાક મહિનામાં ધીમે ધીમે વધીને  વાહનના કુલ પ્રાઇઝના 18 ટકા જેટલુ થયુ છે. આ ઉપરાંત શેરમાર્કેટ અને પેટ્રોલ, ડિઝલનો ભાવ વઘારો પણ કેટલાંક અંશે જવાબદાર છે. અમદાવાદની વાત કરીએ તો દશેરાએ આશરે 10થી13 હજાર જેટલા વ્હીલર અને પાંચ-છ હજાર ફોર વ્હીલરનુ વેચાણ થાય છે. જે આ વર્ષે ઘટશે તેવી શક્યતા ડીલરો વ્યક્ત કરી રહ્યાં છે.

 

Related posts

વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય પાક. પર જ ભારે પડ્યો, જીવનરક્ષક દવાઓની તીવ્ર અછત સર્જાઈ અને…..

Dharika Jansari

ગુજરાતની જનતાનું આ કામ નીતિન પટેલ ગમે તે ભોગે દિવાળી પહેલા પૂરૂ કરવા માગે છે

Mayur

24 વર્ષના યુવકને પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે થઈ આંખ મિચોલી, મહિલાએ કહ્યું ‘રોજ સંબંધ બાંધ…’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!