GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

દસક્રોઈમાં કોરોના કેસ જેતલપુરના શાકભાજી માર્કેટને આભારી, ખેડૂતો માટે કોરોના કપરોકાળ

હેલ્થકાર્ડ

કોરોના વાયરસના પ્રકોપને પગલે અમદાવાદનું શાકભાજીનું માર્કેટ જેતલપુર ખસેડવામાં આવ્યું હતું. શાક માર્કેટ જેતલપુર ખસેડાયું ત્યારે જેતલપુરના ખેડૂતોએ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા જેતલપુરના ખેડૂતોની સમસ્યા ને સમજવાની તસ્દી લેવાઈ ન હતી અને અંતે ત્યાં શાકમાર્કેટ ખોલવામાં આવ્યું હતું. જેતલપુરના ખેડૂતોએ જિલ્લા વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યો છે કે દસકોઈમાં સૌથી વધારે કેસ નોંધાયા છે તેના માટે જવાબદાર માત્ર તંત્ર છે.

કોરોના વાયરસ સીટી બાદ ગ્રામ્યમાં વકર્યો

કોરોના વાયરસ સીટી બાદ ગ્રામ્યમાં વકરી રહ્યો છે. જેમાં સૌથી વધારે કેસ દસક્રોઈ અને ધોળકામાં નોધાય છે. જેતલપુર માર્કેટના ખેડૂતો એ જિલ્લા વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યો છે કે, દસક્રોઇમાં એક પણ કોરોના વાયરસના કેસ નથી જો અહી શાક માર્કેટ ઉભું કરાશે તો સીટીમાંથી વેપારીઓ અહી શાક લેવા માટે આવશે. જેના કારણે કોરોના વાયરસના કેસ વધી શકે છે. જે આશંકા હવે સાચી પડી રહી છે. કોરોનાના સૌથી વધારે કેસ દસક્રોઈ તાલુકામાં છે.

જેતલપુરના ખેડૂતોએ શાક માર્કેટનો વિરોધ

એપ્રિલ મહિનાથી જેતલપુરમાં શાક માર્કેટ ખોલતાં જેતલપુરના ખેડૂતોની અનાજની હરાજી બંધ કરી દેવાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે ૫ લાખ ક્વિન્ટલ ઘઉં, ડાંગરના પાકનું વેચાણ કરાયું હતું. પરતું આ વર્ષે શાકભાજી માર્કેટને કારણે વેપારીઓ અહીં આવવા માટે તૈયાર નથી. જેતલપુરના ખેડૂતોએ શાક માર્કેટનો વિરોધ કર્યો ત્યારે આશ્વાસન અપાયું હતું કે, લાંભા પાસે માર્કેટ લઈ જવાશે પણ તેની ટેન્ડર પ્રક્રિયા જ ચાર દિવસ પહેલાં થઈ છે. ટેન્ડર પાસ થતાં જ ૧૫થી ૨૦ દિવસ લાગશે આમ તંત્રના પાપે ખેડૂતો આ મોલ વેચી શકશે નહીં અને ચોમાસું આવી જશે.

READ ALSO

Related posts

કોરોના નવેમ્બરમાં જ આવી ગયો ભારતમાં, મોદી સરકારે સીરિયસ ન લીધો

Mansi Patel

Video: ઇમ્પ્રેસ થઇને આ એક્ટરના ઘૂંટણિયે પડી ગઇ દીપિકા, જોવા જેવું છે રણવીરનું રિએક્શન

Bansari

આગાહી : વાવાઝોડા બાદ પણ રાજ્યમાં સમયસર ચોમાસુ બેસશે, અનેક વિસ્તારમાં વાતાવરણ પલટો આવતા વરસાદ માહોલ છવાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!