GSTV

હેલિકોપ્ટરથી લટકેલી મહિલાના સ્ટંટ હોશ ઉડાવશે!

Last Updated on June 16, 2017 by

દુનિયામાં અમુક લોકો એવા પણ હોય છે, જેઓ પોતાના જીવની પરવાહ કર્યા વિના એવા જીવસટોસટના કરતબ કરે છે કે, જેને જોઇને આંખો પહોળી થઇ જાય છે. આવા જ કંઇક દિલધડક કરતબ ગુરૂવારે જોવા મળ્યા હતા.

અમેરિકાની ડેયરડેવિલ એરનડિરા વેલેંડાના દિલધડક કરતબ જોઇ લોકોની ધડકનો અટકી ગઇ હતી. એરનડિરાએ નાયગ્રાના ધોધ ઉપર લગભગ આઠ મિનિટ સુધી ખતરનાક કરતબ બતાવી લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ કરતબ દરમિયાન તેનું શરીર હેલિકોપ્ટરના કોઇપણ ભાગમાં બાધ્યું ન હતું. પરંતુ, તેણીએ પોતાના દાંતો થકી હેલિકોપ્ટરથી નીકળી એક રસ્સીને પકડી રાખી હતી. તેની જાંબાઝીને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વેલેંડાનો પતિ પણ પોતાની પત્નીનો ઉત્સાહ વધારી રહ્યો હતો. અમેરિકન મીડિયા અનુસાર, આ સ્ટંટ કરીને વેલેંડાએ પોતાના જ પતિ નિક વેલેંડાનો રેકોર્ડ તોડયો છે. જે નિકના નામે મિસોરીમાં સિલ્વર ડૉલર બિલ્ડિંગથી લટકવાનો રેકોર્ડ હતો.

ઉલ્લેખનીય છે કે, વેલેંડા જાણીતા સ્ટંટમેન નિક વેલેંડાની પત્ની અને ત્રણ બાળકોની માતા છે.

Related posts

કરૂણ ઘટના / માતાને મોતને ઘાટ ઉતારીને દફનાવી બેડરૂમમાં, દરરોજ કરતો અહીં અગરબત્તી

Zainul Ansari

Photo / ઈજિપ્તમાં ખુલ્લી મુકાઈ 4500 વર્ષ પહેલા બનેલી રાજા જોસરની કબર, જૂઓ અંદરનો અકલ્પનિય નજારો

Zainul Ansari

દિલદાર/ 14,000 રૂપિયાના ભોજનના બીલ પર 3.50 લાખ રૂપિયાની આપી ટીપ, વેઈટરને થઈ ગયાં બખ્ખા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!