પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમ સામે હાલમાં રમાઈ રહેલી વન-ડે ક્રિકેટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર દેખાવ કર્યો છે અને પહેલી બંને મેચ જીતીને સિરીઝ 2-0થી હાંસલ કરી લીધી છે. બુધવારે ત્રીજી અને અંતિમ વન-ડે રમાયા બાદ બંને ટીમ ટી20 સિરીઝ રમનારી છે. રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતની બેટિંગ દરમિયાન ચોથી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર એક બોલ રોકવા જતાં ઘાયલ થયો હતો અને તેને પેવેલિયનમાં પરત ફરી જવું પડ્યું હતું. હવે તે ત્રીજી વનડે માં પણ રમી શકે તેવી શક્યતા નથી.

ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ વોર્નરને બદલે ડી આર્સી શોર્ટને ટીમમાં સામેલ કર્યો
આ સંજોગોમાં ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ વોર્નરને બદલે ડી આર્સી શોર્ટને ટીમમાં સામેલ કર્યો છે. આમ ડેવિડ વોર્નર કમસે કમ લિમિટેડ ઓવરની મેચોમાં તો ભારત સામે રમવાનો નથી. ઓસ્ટ્રેલિયાએ તેની ટી20 ટીમમાંથી ઝડપી બોલર પેટ કમિન્સને પણ આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

સિરીઝમાં પહેલી બે વન-ડેમાં પેટ કમિન્સની બોલિંગમાં ખાસ ધાર જોવા મળી ન હતી
27 વર્ષનો પેટ કમિન્સ આ વખતે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતો. તે આ સિઝનમાં આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી હતો. જોકે વર્તમાન સિરીઝમાં પહેલી બે વન-ડેમાં પેટ કમિન્સની બોલિંગમાં ખાસ ધાર જોવા મળી ન હતી. તે પહેલી વન-ડેમાં એકેય વિકેટ લઈ શક્યો ન હતો પરંતુ બીજી મેચમાં તેણે 67 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
પેટ કમિન્સ અને ડેવિડ વોર્નર અમારી ટેસ્ટ સિરીઝના પ્લાનમાં મહત્વના ખેલાડી
ઓસ્ટ્રેલિયન ટીમના ચીફ કોચ જસ્ટિન લેંગરે જણાવ્યું હતું કે પેટ કમિન્સ અને ડેવિડ વોર્નર અમારી ટેસ્ટ સિરીઝના પ્લાનમાં મહત્વના ખેલાડી છે. ડેવિડ વોર્નર ફિટનેસ મેળવી લેશે જ્યારે કમિન્સને ટેસ્ટ અગાઉ થોડો આરામ આપવો જરૂરી છે. ભારત સામેની પહેલી વન-ડેમાં ઘાયલ થયેલો માર્કસ સ્ટોઇનિસ હવે ફિટ થઈ ગયો છે અને બુધવારની ત્રીજી વન-ડેમાં વોર્નરને સ્થાને કદાચ તેને અંતિમ ઇલેવનમાં સ્થાન અપાય તેવી શક્યતા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….