GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

રજનીકાંતની ફિલ્મ દરબારનું મોશન પોસ્ટર થયું આ 4 ભાષામાં રિલીઝ, કૉપ અવતારમાં દેખાયો સુપરસ્ટાર

રજનીકાંત એ કલાકારોમાંનો એક છે જેની ઉંમર વધતી હોવા છતાં પણ તેનો દબદબો ઓછો નથી થતો. રજનીકાંતની ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ રહે છે અને ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના ફેન્સમાં ઉત્સુકતા વધવાની શરૂ થઈ જાય છે. અત્યારે રજનીકાંતની અપકમિંગ ફિલ્મ દરબારની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે.

ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેનો અલગ અંદાજ જોવા મળે છે. એટલું જ નહીં પોસ્ટરને સલમાન ખાન અને કમલ હાસન જેવા સ્ટારે પણ શરે કર્યું છે. ફિલ્મનું નિર્માણ Lyca પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે.

રજનીકાંતની પોપ્યુલારિટીને જોતાં ફિલ્મને 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. તેમાં હિન્દી, મલયાલમ, તમિલ અને તેલુગુ જેવી ભાષા સામેલ છે. ફિલ્મનું મોશન પોસ્ટર પણ 4 ભાષામાં શેર કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત તો એ છે કે સલમાન ખાન, કમલ હાસન, મહેશ બાબૂ અને મોહનલાલ જેવા મોટા સુપરસ્ટાર્સે દરબારના પોસ્ટરને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

સલમાને ટ્વિટર પર મોશન પોસ્ટર શેર કરતાં લખ્યું છે, એક માત્ર સુપરસ્ટારને ઘણી બધી શુભેચ્છાઓ. રજની ગુરુ પૂરા મોશનમાં છે. મોશન પોસ્ટરની વાત કરીએ તો તેમાં રજનીકાંત એક સ્ટાઈલિશ કોપ રૂપમાં જોવા મળશે. તે એક્શન કરતાં-કરતાં રોલિંગ ચેર પર સ્ટાઈલ અંદાજમાં બેસતો જોવા મળે છે. ફિલ્મ પોંગલ પ્રસંગે 2020માં રિલીઝ થશે. હવે જોવું રહ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો કમાલ કરશે.

Read Also

Related posts

અમદાવાદની સગીરાને યુવકો સાથે મિત્રતા કરી પડી ભારે, પહેલા ન્યૂડ ફોટા મંગાવ્યા બાદમાં કરી આ માગ

Nilesh Jethva

એનએસયુઆઈ કાર્યકરોએ બેરોજગારીના માસ્ક બનાવી સરકાર સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ

Nilesh Jethva

મહિલાઓ માટે આ ખાસ ઑફર લઇને આવી છે SBI, સાકાર થશે ‘પોતાનું ઘર’ ખરીદવાનું સપનું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!