GSTV
Home » News » દરબારના નવા પોસ્ટરમાં 68 વર્ષનો રજનીકાંત બોડી બિલ્ડીંગ કરતો જોવા મળ્યો

દરબારના નવા પોસ્ટરમાં 68 વર્ષનો રજનીકાંત બોડી બિલ્ડીંગ કરતો જોવા મળ્યો

સુપરસ્ટાર રજનીકાંત તેની એપકમિંગ ફિલ્મ દરબારને લઈ ચર્ચામાં છે. ફિલ્મમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકા કરતો જોવા મળશે. તેમાં તેની સાથે એક્ટ્રેસ નયનતારા ફીમેલ લીડ રોલ કરશે. ફિલ્મ સેટ પરથી આ બંનેના ફોટા અને વીડિયો લીક થઈ ગયો છે.

તાજેતરમાં જ રજનીકાંતનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તે કોપ લુકમાં જોવા મળે છે. હવે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. જેમાં તે ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. આ પોસ્ટરને ઓણમના ખાસ પ્રસંગે લાયકા પ્રોડક્શને ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં રજનીકાંત ઘણો યંગ દેખાઈ રહ્યો છે.

લાયકા પ્રોડક્શને આ ટ્વિટને ડાયરેક્ટર એઆર મુરુગદાસે રિટ્વિટ કરીને લખ્યું, યંગ, સ્માર્ટ, સમજદાર, મજબૂત. આ અવતાર જે પહેલાં જોવા નથી મળ્યો. રજનીકાંતના આ પોસ્ટરને જબરદસ્ત લાઈક અને શેર કરવામાં આવી રહ્યું છે. રજનીકાંત મુંબઈમાં ઘણી જગ્યા પર આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના ડાયરેક્ટર એઆર મુરુગદાસ છે. જણાવીએ કે રજનીકાંત લગભગ 25 વર્ષ પછી પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરવા જઈ રહ્યો છે.

રજનીકાંતે 1982માં રિલીઝ થયેલી ફિલ્મ Pandianમાં પોલીસ ઓફિસરની ભૂમિકા કરી હતી. દરબારમાં રજનીકાંત અને આ એક્ટ્રેસ ઉપરાંત સુનીલ શેટ્ટી, પ્રતીક બબ્બર, યોગી બાબુ અને કેટલાક સ્ટાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પોંગલ પર રિલીઝ કરવામાં આવશે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!