GSTV
Home » News » 200 Kgના કિંગ કોન્ગને પટકનાર બોલિવુડના હીરો દારા સિંહ હતા કોમનવેલ્થ ગેમના ચેમ્પિયન

200 Kgના કિંગ કોન્ગને પટકનાર બોલિવુડના હીરો દારા સિંહ હતા કોમનવેલ્થ ગેમના ચેમ્પિયન

પ્રખ્યાત ટીવી શો રામાયણમાં હનુમાનની ભૂમિકા નિભાવનાર એક્ટર દારા સિંહની આજે પુણ્યતિથિ છે. દારા સિંહ એક્ટિંગની સીવાય કુશ્તીની દુનિયાના દિગ્ગજ હસ્તિ પણ હતા. ફિલ્મી દુનિયામાં આવવા પહેલાથી જ તેઓ દુનિયાના પ્રમુખ પહેલવાનોને હરાવી ચુંક્યા હતા.

દારા સિંહનો જન્મ 19 નવેમ્બર 1928ને પંજાબના એક ગામમાં થયો હતો. વર્ષ 1947મા દારા સિંહ સિંગાપોર જતા રહ્યાં હતા. ત્યારે તેમણે હરનામ સિંહ પાસેથી કુશ્તીની ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. તેમણે તારલોક સિંહને હરાવીને ચેમ્પિયન ઓફ મલેશિયાનો ખિતાબ જીત્યા હતા. વર્ષ 1959મા કિંગ કોન્ગ, જોર્જ ગોડિએન્કો અને જોન ડિસિલ્વાને હરાવીને તેઓ કોમનવેલ્થ ચેમ્પિયન બન્યા હતા.

કિંગ કોન્ગની સાથે થયેલો તેમનો મુકાબલો ખુબ જ હેરાન કરનાર હતો. કિંગ કોન્ગ 200 કિલોના હતા અને દારા સિંહ લગભગ 130 કિલોના અને તે મુકાબલામાં દારા સિંહએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીને ઉઠાવી ધુમાવી અને ફેંકી દીધો હતો.

દારા સિંહની પર્સનાલિટી ઘણી ઈમ્પ્રેસિવ હતી. તેમની લંબાઈ 6 ફુટ 2 ઈંચ હતી અને તેમનુ વજન લગભગ 130 કિલો હતો. દારા સિંહે કુશ્તીના 500 મેચ રમ્યા પરંતુ ક્યારેય કોઈ તેમને હરાવી શકી નહી. વર્ષ 1954મા 36 વર્ષની ઉંમરમાં જ તે નેશનલ રેસલિંગ ચેમ્પિયન બન્યા હતા.

દારા સિંહે ફૌલાદ, મર્દ, મેરા નામ જોકર, કલ હો ના હો અને જબ વી મેટ, કિંગકાંગ, હમ સબ ઉસ્તાદ હે અને હમ સબ ચોર હે જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

પર્સનલ લાઈફની વાત કરીએ તો જણાવી દઈએ કે દારા સિંહે બે લગ્નો કર્યા હતા અને તેમના 6 બાળકો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દારા સિંહ નાબાલિગ હતા ત્યારથી જ તેઓ પિતા બની ગયા હતા ત્યારે તેમની ઉંમર 17 વર્ષની હતી. 7 જુલાઈ 2012મા દારા સિંહને હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 જુલાઈ 2012ના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

READ ALSO

Related posts

બહુ જલદી આ સસ્તી AC ટ્રેનને બંધ કરી શકે છે કેન્દ્ર સરકાર, શું છે તેનું કારણ?

NIsha Patel

ઈંગ્લેન્ડનાં પત્રકારે ઉડાવી વીરેન્દ્ર સહેવાગની મજાક, વર્લ્ડકપ જીત્યા બાદ આવી રીતે દાખવ્યુ વલણ

Mansi Patel

સમાજવાદી પાર્ટીએ યોગી સરકારને ઘેરી લીધી, યુપીમાં જંગલરાજ હોવાનું સાબિત કર્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!