GSTV

દાનવીરનો દેશ/ પરોપકાર કરવામાં જમશેદજી ટાટા અવ્વલ, જમશેદજીએ પોતાની હયાતીમાં 102 અબજ ડોલરનું કર્યું દાન

Last Updated on June 24, 2021 by pratik shah

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ ચોક્કસથી વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ છે પરંતુ તેઓ ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ અને ટાટા જૂથના સંસ્થાપક જમશેદજી ટાટાથી મોટા દાનવીર નથી.  જમશેદજી ટાટા વિશ્વમાં સદીના સૌથી મોટા દાનવીર બન્યા છે. હુરુન રિપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર 50 દાનવીરની યાદીમાં ટોચના સ્થાને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનું નામ રખાયું છે. એડલગિવ હુરુન ફિલેન્થ્રોપિસ્ટ ઓફ સેંચ્યુરી રિપોર્ટ મુજબ, જમશેદજીએ પોતાની હયાતીમાં 102 અબજ ડોલરનું દાન આપ્યું છે. ટાટાનું કુલ પરોપકારી મૂલ્ય ટાટા સન્સના 66 ટકા છે. જે સંપૂર્ણ રીતે લિસ્ટેડ સંસ્થાઓના મૂલ્ય પર આધારિત છે. હાલ ટાટા ગૃપની તમામ પરોપકારી ક્રિયાઓ એમિરેટ્સ ચેરમેન રતન ટાટાના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે.

  • જમશેદજીએ પોતાની હયાતીમાં ૧૦૨ અબજ ડોલરનું દાન આપ્યું
  • ટાટાનું કુલ પરોપકારી મૂલ્ય ટાટા સન્સના ૬૬ ટકા
  • જે સંપૂર્ણ રીતે લિસ્ટેડ સંસ્થાઆેના મૂલ્ય પર આધાિરત
  • ટાટા ગૃપની તમામ પરોપકારી ક્રિયાઆે

ટોપ 50 ગ્લોબલ ફિલૈન્થ્રોપિસ્ટ્સમાં એક માત્ર ભારતીય તરીકે વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ સ્થાન મેળવ્યું છે. અઝીમ પ્રેમજીએ ભારતને અલગ અલગ કાર્યો માટે 22 બિલિયન ડોલરનું દાન આપ્યું હતું, આ યાદીમાં તેઓ 12મા સ્થાન પર છે. આ યાદીમાં બિલ ગેટ્સ અને તેમના ડિવોર્સી પત્ની મિલિંડા ગેટ્સ બીજા ક્રમે આવે છે જેમણે 74.6 અબજ ડોલરનું દાન આપેલું છે. જ્યારે 37.4 અબજ ડોલર સાથે વોરેન બફેટ ત્રીજા ક્રમે, 34.6 અબજ ડોલર સાથે જોર્જ સોરસ ચોથા ક્રમે અને 26.8 અબજ ડોલર સાથે જોન ડી રોકફેલર યાદીમાં પાંચમા ક્રમે છે. યાદીમાં રેન્કિંગ આપવા માટે કેટલાક ડેટા સાર્વજનિક સ્ત્રોત પરથી કેટલાક મામલે કંપનીએ આપેલ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દુનિયાના સૌથી મોટા દાનવીર

  • અઝીમ પ્રેમજીએ ૨૨ બિલિયન ડોલરનું દાન આપ્યું
  • યાદીમાં અઝીમ પ્રેમજી ૧૨માં સ્થાન પર
  • બિલ ગેટ્સ અને તેમના ડિવોર્સી પત્ની મિલિંડા ગેટ્સ બીજા ક્રમે
  • બિલ ગેટ્સએ ૭૪.૬ અબજ ડોલરનું
  • વોરેન બફેટ૩૭.૪ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે
  • જોર્જ સોરસ ૩૪.૬ અબજ ડોલર સાથે ચોથા ક્રમે
  • જોન ડી રોકફેલર ૨૬.૮ અબજ ડોલર સાથે યાદીમાં પાંચમા ક્રમે

હુરુન રિપોર્ટના અધ્યક્ષ અને રિસર્ચર રૂપર્ટ હુગેવેર્ફ જણાવ્યું કે, આ યાદીમાં જેફ બેઝોસ અને એલન મસ્કને સ્થાન નથી મળ્યું તે ખૂબ જ નવાઈની વાત છે. રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ટોપ 50 વૈશ્વિક પરોપકારીઓએ વ્યક્તિગત રીતે 300 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે, કે જે કુલ વાર્ષિક યોગદાનના 6 ટકા છે. કુલ ટોપ 50માંથી 13 લોકો હાલ જીવીત છે. સામાજિક ભલાઈ બાદ સૌથી વધુ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવામાં આવી રહ્યું છે. દાનવીરોની આ યાદીમાં સૌથી વધારે 39 લોકો અમેરિકાના છે. બીજા નંબરે બ્રિટનના લોકો છે. આ યાદીમાં ચીનના ત્રણ લોકો પણ સામેલ છે. 50 દાનવીરોએ કુલ 832 અરબ ડોલરનું દાન આપ્યુ છે. જેમા 503 અરબ ડોલર સંસ્થા અને 329 અરબ ડોલર ખાનગી કે વ્યક્તિગત રીતે દાન આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!