GSTV
Home » News » મેડ્વેડેવ સતત બીજા સપ્તાહે માસ્ટર્સ-1000 સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલમાં

મેડ્વેડેવ સતત બીજા સપ્તાહે માસ્ટર્સ-1000 સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલમાં

વર્લ્ડ રેન્કિંગમાં ૮મું સ્થાન ધરાવતા રશિયાના ડેનિયલ મેડ્વેડેવ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચને ત્રણ સેટના સંઘર્ષ બાદ ૩-૬, ૬-૩, ૬-૩થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. આ સાથે મેડ્વેડેવ સતત બીજા સપ્તાહે માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝની ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ્યો હતો.

જ્યારે યોકોવિચ વર્ષ ૨૦૧૩ બાદ પહેલી વખત એટીપી માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રથમ સેટ જીત્યા બાદ મેચ હાર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. મેડ્વેડેવે એક કલાક અને ૪૩ મિનિટના જોરદાર સંઘર્ષ બાદ કારકિર્દીનો યાદગાર વિજય મેળવ્યો હતો. હવે ફાઈનલમાં તેનો મુકાબલો બેલ્જીયમના ડેવિડ ગોફિન સામે થશે.

ગોફિને  ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી અન્ય સેમિ ફાઈનલમાં ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટને સીધા સેટોમાં ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. મેડ્વેડેવ સતત બીજી માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલ રમશે, જ્યારે ઓવરઓલ તે સતત ત્રીજી એટીપી ફાઈનલ રમશે. અગાઉ વોશિંગ્ટન ઓપનની ફાઈનલમાં તે કિર્ગીઓસ સામે હાર્યો હતો. જ્યારે ગત સપ્તાહે રોજર્સ કપની ફાઈનલમાં તેને નડાલે હરાવ્યો હતો.

Read Also

Related posts

VIDEO : વેરાવળમાં બે યુવતીઓ બની રણચંડી, ચંપલે અને ચંપલે યુવકને ધોઇ નાખ્યો

Nilesh Jethva

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો: આ બની ટૂર્નામેન્ટની સૌથી કિંમત ટીમ, શાહરૂખને મોટુ નુકસાન

Bansari

બજરંગ પૂનિયાનો શાનદાર દાવ, મંગોલિયાના પહેલવાને હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!