સાદું મીઠું જે ભોજનનો સ્વાદ વધારે છે તે વ્યક્તિનું આયુષ્ય ઘટાડી શકે છે. આ વાત ભલે નવાઈ લાગે પણ સાચી છે. યુરોપિયન હાર્ટ જનરલ અનુસાર, 50 વર્ષની ઉંમર પછી, વધુ મીઠું લેવાથી સ્ત્રીઓનું આયુષ્ય 1.5 વર્ષ અને પુરુષોનું 2.2 વર્ષ ઓછું થઈ શકે છે. મીઠામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને બ્રોમાઇડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ મીઠાનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરવાથી જ શરીરમાં મીઠાંનું પ્રમાણ વધે છે. બજારમાંથી લાવેલી ચિપ્સ, પિઝા, ટાકોઝ અને નમકીન જેવા પેક્ડ ફૂડ્સમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે શરીરમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. મીઠું માત્ર શારીરિક જ નહીં માનસિક સમસ્યાઓ પણ વધારી શકે છે. આવો જાણીએ વધુ પડતું મીઠું ખાવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે.

વધુ પડતું મીઠું ઉંમરમાં થાય છે ઘટાડો
મીઠાંના વધુ પડતા સેવનથી વ્યક્તિની ઉંમર પર ખરાબ અસર પડે છે. જે લોકો વધુ મીઠું ખાય છે તેમનામાં 75 વર્ષની ઉંમર પહેલા મૃત્યુ થવાનું જોખમ 28 ટકા વધારે હોય છે. એટલે કે વધુ પડતું મીઠું ખાવાથી 100માંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.
સ્ટ્રોકનું જોખમ વધારે છે
વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો વધુ પેકેજ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ ખાવા લાગ્યા છે. આ પેકેજ્ડ ફૂડ્સમાં મીઠું વધુ હોય છે, જેના કારણે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

મીઠું પણ બીપી વધારે છે
જે લોકોને બીપીમાં વધઘટ થાય છે, તેમણે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ કરીને હાઈ બીપી ધરાવતા લોકોએ ચોક્કસ માત્રામાં મીઠું લેવું જોઈએ.વધુ મીઠું ખાવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે.
કિડની સમસ્યાઓ
વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં પેશાબ દ્વારા પાણી વધુ પડતું બહાર આવવા લાગે છે, જે કિડની પર વધુ તાણ લાવે છે. ઉંમર વધવાની સાથે કીડની નબળી પડવા લાગે છે અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
READ ALSO:
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત