રતનપુર ચૅકપોસ્ટ પર ગુજરાતથી રાજસ્થાન જતી કારમાં મળી ખતરનાક વસ્તુઓ

હાલમાં રાજસ્થાનમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે રતનપુર ચેકપોસ્ટ પાસે નાકાબંધી દરમિયાન ગુજરાતથી રાજસ્થાન જઇ રહેલી કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા. આ કારમાં સવાર ત્રણેય યુવકની પૂછપરછ કરતા તેઓ એનએસયૂઆઇના સભ્ય હોવાનો રૌફ રાજસ્થાન પોલીસ સમક્ષ દેખાડવા લાગ્યા હતા. જે બાદ પોલીસે તમામ હથિયારો જપ્ત કરીને ત્રણેય યુવકની અટકાયત કરી હતી. જેમાં તપાસ કરતા બે યુવક બાપુનગરના જ્યારે ત્રીજો યુવક નાના ચિલોડાનો હોવાનું સામે આવ્યુ છે. પકડાયેલા યુવકોમાં બજરંગસિંહ તોમર, શિવમ ભદોરીયા અને ત્રીજો યુવક ઓમપ્રકાશ રાજપૂત હોવાનું સામે આવ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter