GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

કેરળની રાજધાની તિરુવનંતપુરમમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને પરસેવો છૂટી જશે. વાસ્તવમાં અહીં એક અજગરે એક શખ્સને એવી રીતે જકડી લીધો હતો કે તેનો જીવ આફતમાં આવી ગયો હતો. ઘણી વારની મહેનત બાદ અજગર તે માણસની ગરદનમાંથી કાઢી શકાયો હતો. તેનાં રેસ્ક્યૂ ઓપરેશનમાં ગામના લોકોને પણ પાણી આવી ગયા હતા. બાદમાં અજગરને વનવિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. જેમણે તેને ફરીથી જંગલમાં છોડી દીધો હતો.

અજગરની તાકાત સામે બેબાકળો થયો માણસ

આ વીડિયોમાં જોઈ શકાય છેકે, કેવી રીતે માણસ પોતાને અજગરની પકડમાંથી છોડાવવા માટે મહેનત કરી રહ્યો છે. પરંતુ અજગરમની તાકાત સામે તે બેબાકળો બની ગયો છે. ત્યારબાદ અન્ય લોકોએ તેને બચાવવા માટે જોર લગાવ્યુ હતુ. કહેવાઈ રહ્યુ છેકે, જે શખ્સ અજગરની ચપેટમાં આવ્યો છે તે પોતે સાપ પકડવાનું કામ કરે છે.  

રિપોર્ટ મુજબ ગામના લોકોએ અજગરમાંથી માણસને છોડાવ્યા બાદ તે અજગરને કોથળામાં પુરી દીધો હતો. આ દરમ્યાન તે જગ્યાએ આખું ગામ એકત્ર થઈ ગયુ હતુ. દરેક લોકો આ ઘટનાને જોઈને ડરી ગયા હતા. થોડા દિવસો પહેલાં જલપાઈગુડીમાં પણ આવો મામલો સામે આવ્યો હતો. જ્યાં એક ફોરેસ્ટ રેન્જર સેલ્ફી લેવાનાં ચક્કરમાં અજગરની ચપેટમાં આવી ગયો હતો.

READ ALSO

Related posts

કોરોના ઇફેકટસથી નવમાંથી એક વ્યકિતને ભૂખ્યા સૂવાનો વારો, 13 કરોડ લોકો ધકેલાઈ રહ્યાં છે ભૂખમરામાં

Pravin Makwana

એક ટકા અમેરિકનો થયા કોરોનાથી સંક્રમિત, કેસનો આંક 33.44 લાખે પહોંચ્યો

Pravin Makwana

અમેરિકાએ 27 કરોડ બોમ્બ ફેંક્યા છતાં થઈ હતી ભૂંડી હાર, બોમ્બસ્ટ્રેટેજી ગઈ હતી નિષ્ફળ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!