GSTV
India News Trending

પંજાબમાં ખનન માફિયાઓની દાદાગીરી, અમરજીતસિંહ સંદોઆ પર હુમલો

પંજાબમાં ખનન માફિયાના ગુંડાઓએ ગુરુવારે રોપડથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમરજીતસિંહ સંદોઆ પર હુમલો કર્યો હતો. આપના ધારાસભ્ય અમરજીતસિંહ સંદોઆ પર રોપડના નૂરપુર બેદી નજીક હુમલો કરવામાં આવી હતી અને તેમની પાઘડી પણ ઉછાળી દેવામાં આવી હતી.

પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને આપના વરિષ્ઠ નેતા સુખપાલસિંહ ખેરાએ આરોપ લગાવ્યો છે કે સંદોઆ પર ખનન માફિયાઓના ગુંડાઓએ સંદોઆ પર હુમલો કર્યો હતો. ધારાસભ્યને ચંદીગઢની પીજીઆઈએમઈઆર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

હુમલા દરમિયાન તેમની પાઘડી ઉછાળવામાં આવી અને બે સુરક્ષાકર્મીઓની સાથે ઝપાઝપી  પણ કરવામાં આવી હતી. આ હુમલા સંદર્ભે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તાજેતરમાં ત્રણ દિવસ પહેલા પંજાબ વન વિભાગના બે કર્મચારીઓ પર રેત ખનન માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ચાર અધિકારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

 

 

Related posts

શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક

Akib Chhipa

અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી

GSTV Web Desk

કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર  હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ

HARSHAD PATEL
GSTV