GSTV
Home » News » પેટ્રોલ રોજ મોંઘુ થાય છે ને અહીં લોકો ક્રૂડ ઓઈલથી ન્હાય છે, કારણ ચોંકાવનારું

પેટ્રોલ રોજ મોંઘુ થાય છે ને અહીં લોકો ક્રૂડ ઓઈલથી ન્હાય છે, કારણ ચોંકાવનારું

આજકાલ પેટ્રોલના ભાવ આસમાને છે તેવામાં જો કોઇ તમને કહે કે દુનિયાના કોઇ ખૂમે લોકો ક્રૂડ ઓઇલથી ન્હાય છે તો? દુનિયામાં બિમારીઓને દૂર કરવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ક્યાંક લોકો અંધવિશ્વાસને મહત્વ આપે છે તો ક્યાંક મેડિકલ સાયન્સને અથવા આયુર્વેદને. આજે અમે તમને સારવાર માટે ઉપયોગમાં લેવાતી એક અનોખી પદ્ધતિ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેમો ઉપયોગ ઇરાન પાસે આવેલા એક દેશ અજરબેજાનના એક શહેરમાં થાય છે.

નાફતલાન નામના આ શહેરમાં એક એવું હેલ્થ સેન્ટર છે જ્યાં લોકોની સારવાર ક્રૂડ ઑઇલ દ્વારા કરવામાં આવે છે. તેના માટે દર્દીઓને બાથટબમાં સ્નાન કરાવવામાં આવે છે. આ બાથટબ ક્રૂડ ઑઇલથી ભરેલૂ હોય છે. ઉલ્લેખનીય છે કે અજરબેજાન દુનિયામાં તેલની નિકાસ કરનારા પ્રમુખ દેશો માંથી એક છે.

આ હેલ્થ સેન્ટરમાં ચર્મ રોગ ઉપરાંત આર્થરાઇટીસ અને નસોના રોગોને દૂર કરવા માટે લોકો આવે છે. અહી ક્રૂડ ઑઇલના બાથટબ ઉપરાંત અનેક પદ્ધતિઓ દ્વારા સારવાર કરવામાં આવે છે. જેમાંથી બાથટબની પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય છે. તેના માટે 40 ડિગ્રી તાપમાનમાં દર્દીને આશરે 130 લીટર ઑઇલમાં સ્નાન કરાવવામાં આવે છે.

અહીના નિષ્ણાતનું કહેવું છે કે આ રીતે 70થી વધુ બિમારીઓનો ઇલાજ કરી શકાય છે. અહી ઉપયોગમાં લેવાતી આ પદ્ધતિ અન્ય દેશોના લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. અહી રશિયા, કઝાકિસ્તાન, જર્મની વગેરે જેવા દેશો માંથી લોકો આવે છે. સારવાર બાદ લોકોનું કહેવું છે કે ગરમ તેલમાં નહાવાના કારણે તેમના હાડકાઓના સાંધામાં થતાં દુખાવાથી મુક્તિ મળી છે.

આ પદ્ધતિ લોકોને એટલી પસંદ આવી રહી છે પરંતુ આ પદ્ધતિ એટલું ખતરનાક પણ છે. લોકો આ તેલમાં વધારે સમય સુધી બેસવાની ઇચ્છા વ્યક્ત કરે છે. પરંતુ તેમને પરવાનગી નથી આપવામાં આવતી. માનવામાં આવે છે કે તેલમાં અનેક પ્રકારના કેમિકલ હોવાના કારણે જો તેમાં વધારે સમય સ્નાન કરવામાં આવે તો શરીર પર તેનો દુષ્પ્રભાવ પડે છે. તેના કારણે દર્દીનું મોત પણ થઇ શકે છે.

આ કોર્સ 10 દિવસનો હોય છે અને દદરોજ તેમાં 10 મિનિટ સુધી સ્નાન કરવાનું હોય છે. તેમાં ઘણી સાવચેતી રાખવી પડે છે. હેલ્થ સેન્ટરના ડૉક્ટરનું કહેવું છે કે તેમને હજુ સુધી તેવું જાણવા મળ્યું નથી કે આ ઇલાજથી કોઇને નુકસાન થયું હોય.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!