GSTV

ભારતીય ક્રિકેટ ટીમના આ બે દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પર મંડરાયો ખતરો, આવનાર સમયમા થઇ શકે છે ટીમમાંથી હાકલ

Last Updated on October 21, 2021 by Zainul Ansari

ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થવું જેટલું અઘરું છે તેનાથી દસ ગણુ અઘરુ ભારતીય ટીમમા સિલેક્ટ થયા બાદ પોતાનું સ્થાન જાળવી રાખવુ કારણકે, ટીમની બહાર પણ એવા ઘણા ખેલાડીઓ હોય છે, જે પોતાના સારા પ્રદર્શન દ્વારા ટીમના ખેલાડીઓને તગડુ કોમ્પિટિશન આપતા હોય છે. હાલ ભારતીય ટીમના એવા બે ખેલાડીઓ છે કે, જેમની કારકિર્દી આવનાર સમયમા ખતરામાં હોય તેવુ લાગી રહ્યુ છે. આ બંને ખેલાડીઓ માટે ટીમ ઇન્ડિયાના દરવાજા લગભગ બંધ થઇ ગયા છે તેવુ દેખાઈ રહ્યુ છે. તો ચાલો જાણીએ ક્યા છે આ બે ખેલાડીઓ?

ક્રિકેટ

કુલદીપ યાદવ :

એક સમય એવો હતો કે જ્યારે ચાઇનામેન કુલદિપ યાદવને ટીમ ઇન્ડિયાનો સૌથી મજબૂત હિસ્સો માનવામા આવતો હતો પરંતુ, ટી-20 વર્લ્ડકપ 2021 આવતા-આવતા કુલદીપ ભારતીય ક્રિકેટ ટીમથી બહાર થઇ ગયા. કુલદીપ યાદવની કારકિર્દીનો અંત ત્યારથી જ આવી ગયો હતો કે જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટજગતમાંથી સન્યાસ લીધો હતો. જ્યારથી ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ છે ત્યારથી કુલદીપની બોલિંગની ચમક સાવ ઝાંખી પડી ગઈ છે. ટિમ ઇન્ડિયા માટે કુલદીપે 23 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે, જેમાં તેમણે 14.21 ની ઔસતથી અને 7.15 ના ઈકોનોમી રેતથી 41 વિકેટ પોતાના નામે કર્યા હતા. તેમી સર્વશ્રેષ્ઠ બોલિંગ 5/24 રહી, જે તેણે વર્ષ 2018મા માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે કરી હતી.

કુલદીપમા આવડતની કોઈ જ કમી નથી. તેમની અનોખી બોલિંગની શૈલીના કારણે જ લોકોમા તેમની એક વિશેષ ઓળખ બની હતી. તે બોલને આંગળીઓની જગ્યાએ કાંડાથી સ્પિન કરતો જેથી, તેની આ બોલિંગ શૈલીને “ચાઇનામેન બોલિંગ” કહેવામા આવે છે. શ્રીલંકા ટુર પર રહેલા તેમના ખરાબ પ્રદર્શનના કારણે તેમને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન ના મળ્યુ. ત્યારે હવે ટીમ ઇન્ડિયામા ફરી તેમને સ્થાન મળવું હાલ પૂરતુ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

મનીષ પાંડે :

ટી-20 વર્લ્ડકપની ટીમમા સિનિયર બેટ્સમેન મનીષ પાંડેનું પતુ પણ કાપી નાખવામા આવ્યું છે. હાલ મનીષની ટી-20 કારકિર્દી પણ ખતમ થઇ ગઈ તેવું માનવામા આવી રહ્યું છે. મનીષે ટીમ ઇન્ડિયા તરફથી 39 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે, જેમા તેમણે 44.31 ઔસત અને 126.15 ની સ્ટ્રાઈક રેટ સાથે 709 રન બનાવ્યા હતા. શ્રીલંકા ટુરમા નબળું પ્રદર્શન જ આ ખેલાડીની કારકિર્દીના અંતનું કારણ બન્યું છે. આઇપીએલ-2021 મા પણ તેમનું પ્રદર્શન નબળું રહ્યુ હતુ.

એક સમયે આ ખેલાડીને ભારતીય ટીમનુ ભવિષ્ય માનવામા આવતુ હતુ પરંતુ, તેમની ફ્લોપ બલ્લેબાજીના કારણે મિડલ ઓર્ડર નબળો પડી જતો અને તેના કારણે ટીમને ભારે નુકશાન પણ ભોગવવુ પડતુ હતુ. વર્ષ 2015 માં ઝીમ્બાવે સામે શ્રેષ્ઠ શરૂઆત કરનાર આ ખેલાડી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન સ્થિર ના કરી શક્યો. આ માટે ઘણા કારણો જવાબદાર છે.

Read Also

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!