GSTV
Home » News » E-SCOOTERથી જાનનો ખતરો, આ દેશની સરકાર પરેશાન બનાવશે આકરા નિયમો

E-SCOOTERથી જાનનો ખતરો, આ દેશની સરકાર પરેશાન બનાવશે આકરા નિયમો

આજકાલ ઘણા શહેરોમાં રસ્તા પર ચાલતા કોઈ વ્યક્તિની પાછળ અવાજ કર્યા વગર, ક્યારે કોઈ ઈ-સ્કુટર આવી જાય અને અથડાઈ જાય તો કંઈ કહી શકાય નહીં. હવા અને ધ્વનિ પ્રદૂષણથી રાહત મેળવવા માટે વિશ્વભરમાં ઇ-સ્કૂટર્સ (Electric Scooter) અપનાવવામાં આવ્યા છે. જોકે સિંગાપોર (Singapore)માં આ વાહનથી વધતા અકસ્માતને કારણે સરકાર તેને રસ્તા પર ચલાવવાના નિયમો કડક કરવાનું વિચારી રહી છે.

સિંગાપોરે ખૂબ જોરશોરથી ઇ-સ્કૂટર (E Scooter)ને અપનાવ્યું હતું અને હવે ત્યાં ઇ-સ્કૂટર્સનું પુર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્કુટર કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ કરતું નથી, જેના કારણે રસ્તા પર ચાલનારા લોકોને તેમની આજુબાજુમાંથી આ સ્કુટર ક્યારે પસાર થાય છે તેની ખબર પડતી નથી અને તે જ કારણે ત્યાં અકસ્માતો (Accident) સર્જાય છે. આ ઈ-સ્કુટરને કારણે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે.

સિંગાપોરમાં આ સ્કુટર રોજે-રોજ કામકાજ પર જનારા અને ખાદ્યપદાર્થો ડિલવરી કરનારાઓ વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. જોકે આ ઈ-સ્કુટરના ચાર્જીગ દરમિયાન એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાના કારણે તેમજ સપ્ટેમ્બરમાં એક વૃદ્ધ સાયકલસવારને ટક્કર વાગ્યા બાદ થયેલા મોતથી લોકોના મનમાં ગુસ્સો ભરાયો છે. વિશ્વભરની સરકારો ઈ-સ્કુટરને નિયમો હેઠળ લાવવાનો વિચાર કરી રહી છે, ત્યારે સિંગાપુરમાં પણ આવા નિયમો બનાવવા પર વિચાર કરાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva

પાકિસ્તાનમાં હવે આવ્યુ લોટનું સંકટ,પડોશી દેશને બે ટંકની રોટલી મેળવવા પડી રહ્યા છે ફાંફા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!