GSTV
Home » News » 4 વર્ષથી ડીપ્રેશનમાં છે ‘દંગલ ગર્લ’ ઝાયરા વસીમ, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

4 વર્ષથી ડીપ્રેશનમાં છે ‘દંગલ ગર્લ’ ઝાયરા વસીમ, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

અમિર ખાનની ફિલ્મ ‘દબંગ’ની એક્ટ્રેસ ઝાયરા વસીમ પાછલા 4 વર્ષથી ડીપ્રેશનમાં છે તેણે સોશિયલ મીડિયા પર આ ચોકાવનારો ખુલાસો કર્યો છે.

ઝાયરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે તે ડીપ્રેશનના કારણે ઘણી વખત હોસ્પિટલમાં એડમિટ થઇ ચુકી છે. તેને દરરોજની 4-5 ગોળીઓ ખાવી પડે છે.

નેશનલ એવોર્ડ લઇ ચુકેલી ઝાયરાએ જણાવ્યું કે, ‘હું જણાવી રહી છું કે હું લાંબા સમયથી ડીપ્રેશન અને એન્ઝાઈટીનો શિકાર છું. મને ઘણા લોકોએ કહ્યું કે હું ખૂબ નાની છું મને ડીપ્રેશન ન થઇ શકે. આ એક ફેઝ છે જે પસાર થઇ જશે. આ ફેઝમાં મારી હાલત ખૂબ ખરાબ થઇ ગઈ હતી. હું દિવસની 5 દવાઓ લેતી હતી. મને એન્ઝાઈટી અટેક આવતા હતા અને અડધી રાત્રે પણ હોસ્પિટલ જવું પડતું હતું.

ઝાયરાએ જણાવ્યું કે, હું એકલતા, ખાલી અને ડરેલી રહું છું. ખૂબ વધારે સુવાના કારણે કે અમુક અઠવાડિયા સુધી ન સુવાના કારણે મને શરીરમાં દુખાવો થાય છે. ખૂબ વધારે ખાવું અથવાતો ઘણા દિવસો સુધી ભૂખ જ ન લાગવી…. સુસાઈડ સુધી વિચારી લેવું… જેવી ઘણી બાબતો આ ફેઝનો ભાગ રહી છે.

ઝાયરાએ જણાવ્યું કે મને ભરોસો અપાવવામાં આવી ગયો હતો કે આટલી નાની ઉંમરમાં ડીપ્રેશન ન થઇ શેક. આ 25 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને જ થાય છે.

આગળ જણાવતા ઝાયરાએ કહ્યું કે હવે તેમને ખબર પડી ગઈ છે કે એન્ઝાઈટી કોઈ ભાવના કે અહેસાસ નથી પરંતુ એક બીમારી છે. આને કોઈ જાતે નથી પસંદ કરતુ આ કોઈને પણ થઇ શકે છે અને કોઈ પણ સમયે થઇ શકે છે. આજે હું આખા જગતને મારી બીમારી બતાવવા માટે તૈયાર છું. વગર કોઈ શરમ, ડર અને લોકોના મતે.

એકટ્રેસે જણાવ્યું કે, ‘હું થોડા સમય માટે દરેક વસ્તુથી દુરી બનાવવા ઈચ્છું છું. સોશિયલ લાઈફ, કામ, સ્કૂલ અને સુથી વધુ સોશિયલ મીડિયાથી. હું રમઝાનના પવિત્ર મહિનાની રાહ જોવું છું કારણકે તે સમય બધું વસ્તુઓને સમજવા માટેનો સૌથી ઉત્તમ સમય છે. પ્લીઝ મને તમારી દુવાઓમાં યાદ રાખજો. દરેક વ્યક્તિનો આભાર જેણે મને સારા અને ખરાબ સમયમાં સાથ આપ્યો છે.

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

આલિયા ભટ્ટે દીપિકા અને કેટરિનાને પણ છોડી દીધી પાછળ, મેળવી લીધો આ એવોર્ડ

Dharika Jansari

લ્યો બોલો! ટાઇગર શ્રોફના કહેવાથી દિશા પટાણીએ બ્લોકબસ્ટર ફિલ્મ છોડી દીધી !

Bansari
Do NOT follow this link or you will be banned from the site!