રાજ્યમાં કમોસમી વરસાદની સાથે વીજળી પાડવાની ઘટના પણ ઘટી રહી છે. ડાંગ જિલ્લામાં વીજળી પડતા એક યુવાનનું મોત થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાયગોઠણ ગામ નજીક વીજળી પડતા બાઇક સવારનું મોત થયું છે. વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતાં આ યુવકનું મોત નીપજ્યું છે.
તાપીમાં પડ્યા બરફના કરા
તાપીમાં પણ મલંગદેવ અને ઓટા વિસ્તારમાં બરફનાં કરા પડ્યા હતા. સોનગઢ તાલુકાના દક્ષિણમાં આવેલ મલંગદેવ અને ઓટા ગામમાં બરફનાં કરાની વર્ષાથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો.

સુરતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
સુરત જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. સુરતના ઉમરપાડા તાલુકાના વાતવરણમાં આવ્યો પલટો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદની સાથે કરા પડ્યા હતા. ઉમરપાડા તાલુકાના ખોટા રામપૂરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદથી ધરતી પુત્રની મુશ્કેલીમાં વધારો
કમોસમી વરસાદની સીધી અસર ધરતી પુત્ર પર થઇ શકે છે. ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાક ચણા,મકાઈ, તુવેર સહિત વિવિધ શાકભાજી ને વધું નુકશાન થવાના સમાચાર મળી રહ્યા છે. શાકભાજી સહિતના અનેક પાકોને નુકશાન થયાના અહેવાલો છે.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે