GSTV
dang ગુજરાત ટોપ સ્ટોરી

કાર્યવાહી / શબરીધામના ટ્રસ્ટના સભ્ય પદેથી ડાંગના ધારાસભ્યને બરખાસ્ત કરાયા, ધર્મ પરિવર્તનના લાગ્યા ગંભીર આરોપ

શબરીધામ

ડાંગ જિલ્લાના આસ્થાના કેન્દ્ર શબરી ધામના ટ્રસ્ટના સભ્ય પદેથી ધારાસભ્ય વિજય પટેલને મુક્ત કરાયા છે. સમિતિએ ઠરાવ પસાર કરી ધારાસભ્યને ટ્રસ્ટના સભ્ય પદેથી મુક્ત કરાયા છે. જેના પર ધારાસભ્ય વિજય પટેલે પ્રતિક્રિયા આપતા ટ્રસ્ટે જે નિર્ણય લીધો તે શિરોમાન્ય હોવાનું કહ્યુ છે. ધારાસભ્યને શબરીધામ સેવા સમિતિના સભ્યપદેથી મુક્ત કરવાનું કારણ શું છે તે અંગે ટ્રસ્ટીઓ દ્વારા કારણ આપ્યું નથી.

શબરીધામ
  • ફરતા ઠરાવ ને લઈને ડાંગના ધારાસભ્ય વિજય પટેલને શબરીધામ સેવા સમિતિના સભ્યપદેથી મુક્ત કરાતા પ્રતિક્રિયા આપી
  • ધર્મ પરિવર્તન વિરુધ્ધની ઝુંબેશથી વિપરીત વર્તનનો આરોપને લઈને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા
  • વિજય પટેલે જણાવ્યું કે જે શબરીધામ ટ્રસ્ટે જે નિર્ણય લીધો એ મને શિરો માન્ય છે
  • મુક્ત કરવાનું શું કારણ છે તે મને સ્પષ્ટ ટ્રસ્ટીઓ દ્વારા કહેવામાં આવ્યું નથી
  • શબરીધામ ના ટ્રસ્ટીઓ એ જે નિર્ણય લીધો છે એ માન્ય છે – ધારાસભ્ય વિજય પટેલ

ગુજરાતના છેવાડે આવેલ આદિવાસી જિલ્લામાં મોટાપાયે ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યારે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ પર ધર્મપરિવર્તનનો આક્ષેપ થયો છે. ધારાસભ્ય શબરી મંદિરના ગર્ભગૃહમાં ખ્રિસ્તી સમાજના અગ્રણીઓને લઈ જતા વિવાદ ઉભો થયો છે. વિવાદ વધતા મી અસીમાનંદે શબરી ધામના ટ્રસ્ટના સભ્ય પદેથી ધારાસભ્ય વિજય પટેલને બરતરફ કર્યા હોવાની માહિતી મળી છે.

ધારાસભ્યએ સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કર્યું

હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમાન શબરીધામમા ધર્મપરિવર્તન સામે ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે શબરીધામ સેવા સમિતિના સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કર્યુ હોવાનું ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી તેમને સભ્ય પદેથી મુક્ત કરવામાં આવ્યા છે. મંદિરમાં સ્વામી અસીમાનંદજીના અધ્યક્ષસ્થાને મળેલી ટ્રસ્ટની બેઠકમાં સંઘના કાર્યકર અને ધારાસભ્ય વિજય પટેલને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શબરીધામ સેવા સમિતિ ટ્રસ્ટના ફરતાં ઠરાવમાં સ્વામી અસીમાનંદજીની સહી હોવાથી તે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનું રાજકારણ ગરમાયુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

2021-22માં ભાજપ-કોંગ્રેસ-આપને મળ્યું કરોડો રૂપિયાનું ફંડ, આંકડો જાણીને ચોંકી જશો તમે

Kaushal Pancholi

LIVE! પીએમ મોદી અને અમિતશાહે મતદાનની કરી અપીલ, મતદારોમાં ભારે ઉત્સાહ! મતદાન માટે લોકોની લાંબી લાંબી કતારો

pratikshah

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 10 હોટ સીટો પર જબરદસ્ત જંગ : આ બેઠકો નક્કી કરશે રાજકીય દિશા

pratikshah
GSTV