GSTV
dang Trending ગુજરાત

ચોમાસુ / ડાંગ જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ ૪૫૧ મી.મી. વરસાદ, વઘઇના ગીરા ધોધ ખાતે સર્જાયા રમણીય દ્રશ્યો

ડાંગ જિલ્લામાં સવાર સુધીમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સરેરાશ ત્રણ ઇંચ વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫૧ મી.મી. નોંધાયો છે. ડાંગ જિલ્લામાં વરસાદના કારણે વઘઇના બે જેટલા લો લેવલ કોઝ વે પરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વઘઇ તાલુકાના સુપદહાડ-સૂર્યા બરડા તથા કુમારબંધ-બોરપાડા માર્ગ વરસાદી પાણીને કારણે અવરોધાયા છે.

ગીરા ધોધ અને ગિરમાળાનો ગિરમાળના ગીરા ધોધે સર્જ્યા રમણીય દ્રશ્યો

અત્રે નોંધનીય છે કે, ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા પાણીની આવક સાથે બન્ને કાંઠે વહેતી થઈ ગઇ છે. ડાંગની નદીઓમાં પાણીની આવક વધતા વઘઇનો ગીરા ધોધ અને ગિરમાળના ગીરાધોધે રમણીય દ્રશ્યો ઊભા કરી દીધા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર બન્યા છે.

ડાંગ જિલ્લામાં છેલ્લાં ચોવીસ કલાક દરમિયાનમાં પડેલા ધોધમાર વરસાદના પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓમાં પાણીનું સ્તર વધવા લાગતા આ નદીઓ બન્ને કાંઠે વહેતી થઈ છે. ઉપરાંત જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.

ડાંગમાં ભારે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. ખેડૂતો ડાંગર સહિત અન્ય પાકોની રોપણીમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લાની ગીરા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધતા વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધ પાણીના જોરદાર પ્રવાહ સાથે પડી રહ્યો છે જેથી પ્રવાસીઓનો ધસારો પણ વધવા લાગ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

LIVE! ઉપલેટા વોર્ડ નં.4નું બુથ નંબર 89 બંધ, પોરબંદરમાં ઓછું મતદાન નોંધાયું

pratikshah

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

GUJARAT ELECTION / ‘ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં કરો મતદાન’, રાહુલ ગાંધીની ટ્વિટ મારફતે લોકોને અપીલ

Kaushal Pancholi
GSTV