GSTV

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Last Updated on June 24, 2021 by Dhruv Brahmbhatt

ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી થશે. જિલ્લાના તમામ તળાવ, નદીઓ અને નાના મોટા ધોધ ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન થતા અકસ્માતો નિવારવા તેમજ લોકોની સલામતી માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

કોરોનાની લહેર ધીમી પડતા જ લોકો ફરવા નીકળી પડ્યાં

અત્રે નોંધનીય છે કે, હાલમાં ચોમાસુ પૂરજોશમાં છે ત્યારે લોકો જ્યારે એક બાજુ કોરોનાની લહેર હજુ તો ઘટી નથી પરંતુ ધીમી પડી છે એટલે કે કેસોમાં ઘટાડો થયો છે પરંતુ ત્યાં તો સરકારે થોડીક છૂટછાટ આપતા જ લોકો હવે દક્ષિણ ગુજરાત તરફ ફરવા નીકળી પડ્યાં છે. ડાંગનું કુદરતી સૌંદર્ય માણવા માટે લોકો ડાંગની આસપાસના વિસ્તારોમાંથી આવી પહોંચ્યા છે. એમાંય ચોમાસાની આ ઋતુમાં સાપુતારા (Saputara) તો પર્યટકોનું હોટ ફેવરિટ સ્થળ છે.

હરિયાળી ભરેલા વાતાવરણમાં લોકોની સેલ્ફી લેવા પડાપડી

આવી સ્થિતિમાં ચોમાસામાં ચારે બાજુ હરિયાળીભર્યું વાતાવરણ થઇ જતા નદીઓના ધસમસતા પ્રવાહ તેમજ ઝરણાંઓએ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે આવાં સ્થળોએ લોકો સેલ્ફી (Selfie) લેવા માટે પડાપડી કરતા હોય છે. જેથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં જ સરકાર અગમચેતી દાખવવા જઇ રહી છે. ત્યારે ડાંગ જિલ્લા એક અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનારાઓ વિરૂદ્ધ એક્શન લેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!