GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોંગ્રેસમાં અમંગળ : મંગળ ગાવિતે રાજીનામું આપતા કુલ આંક થયો પાંચ

રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે. ગઇ કાલે ચાર ધારાસભ્યો ભાજપની શામ, દામ, દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને હાથનો સાથ છોડયો ત્યારે આજે ફરી એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધું છે. ડાંગના કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવિતે વિધાનસભાના સ્પીકરના ઘરે જઈને પોતાનું રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ સંખ્યા 68 થઈ ગયું છે.

કોણ છે મંગળ ગાવિત ?

મંગળ ગાવિત ગત રાતે વિધાનસભાના અધ્યક્ષને ત્યાં પહોંચીને રાજીનામું આપ્યું. તેઓ ૨૦૧૭માં ડાંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આદિવાસી વિસ્તારમાં તેઓ ૩૫ વર્ષ સુધી શિક્ષણ જગત સાથે જોડાયેલા રહ્યા. ૧૯૯૬ પહેલાથી રાજીનીતિમાં આવેલા મંગળ ગાવીત ૧૯૯૬માં આહવા પંચાયતના પ્રમુખ પદે રહ્યા.. જે બાદ તેઓ ૨૦૦૦થી ૨૦૦૫ સુધી ડાંગ જિલ્લા પંચાયતમાં જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન રહ્યા.

પ્રવિણ મારૂનું પણ બાય બાય

દલિત નેતા અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જવા તૈયારી કરી દીધી છે. તેમણે ય વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપી દીધુ છે. આમ,રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ પક્ષ છોડી ભાજપમાં જોડાવવા નિર્ણય કર્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચાર રાજીનામા મળ્યા છે તેવો એકરાર કર્યો છે.એટલું જ નહી, આવતીકાલે કયા ધારાસભ્યોએ રાજીનામા ધર્યા છે તેની જાહેરાત કરશે.

ભાજપ ત્રણ બેઠકો જાળવી રાખશે

કોંગ્રેસના ચારેય ધારાસભ્યોએ વિવિધ શરતો મૂકી હતી તે તમામ શરતો આધારે રાજકીય સોદાબાજી કર્યા બાદ રાજીનામા આપ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. અત્યારે પરિસ્થિતી જોતાં કોંગ્રેસની બે બેઠકો પૈકી એક બેઠક પર હાર નિશ્ચિત મનાઇ રહી છે.આ વખતે ભાજપ ત્રણેય બેઠકો જાળવી રાખશે તે નક્કી છે.

ચાર ધારાસભ્યોના સ્વેચ્છિક રાજીનામા મળ્યાં છે : અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

એક તરફ,કોંગ્રેસના નેતાઓએ એવો દાવો કર્યો છેકે, એકેય ધારાસભ્યએ કોંગ્રેસ છોડી નથી. બીજી તરફ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, ગઇકાલ સાંજના પાંચ વાગ્યથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં ચાર કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા આપ્યા છે. આ ચારેય ધારાસભ્યોના રાજીનામા પત્રનો સ્વિકાર કર્યો છે. આ ચારેય ધારાસભ્યોએ મને રૂબરૂમાં આવીને રાજીનામા આપ્યા છે જેમનુ યોગ્ય વેરિફિકેશન કરી સ્વિકાર કરવામાં આવ્યો છે જેથી હવે તેઓ ધારાસભ્યો રહેતા નથી. જોકે, રાજેન્દ્ર ત્રિવેદીએ નામ આપવા અંગે મૈાન ધારણ કર્યુ છે. તેઓ આવતીકાલે વિધાનસભામાં નામોની જાહેરાત કરે તેવી શક્યતા છે.

સાયોનારા કરનારા ધારાસભ્યો

ક્રમધારાસભ્યસીટ
1જે.વી.કાકડિયાધારી
2સોમા ગાંડા પટેલલિંબડી
3પ્રદ્યુમ્નસિંહ જાડેજાઅબડાસા
4પ્રવિણ મારૂગઢડા
5મંગળ ગાવિતડાંગ

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!