ડાંગના વાતાવરણમાં પલટો, આનંદ મનાવવો કે દુઃખ ખેડૂતો મૂંઝવણમાં

ડાંગ જિલ્લાની પર્વપટ્ટી વિસ્તારમાં બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનકજ વરસાદનું એક જોરદાર ઝાપટું પડતાં કુદરતના આ રૂપ સામે ખેડૂતોએ આનંદ મનાવવો કે દુઃખી થવું તેની દ્વિધામાં પડી ગયા. વાતાવરણમાં આવેલા પલટાથી બોરખલ, લવચાલી, સુબિર, પીપલદહાડ વગેરે ગામોમાં ઝોરદાર ઝાપટું પડતા પોતાની મહામૂલી મોલાત જેવો ચોમાસુ પાક બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. હાલ સમગ્ર જિલ્લા વાદળછાયું વાતાવરણને પગલે સમગ્ર પંથકમાં શીત લહેર ફેલાઈ છે પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોનું હૈયુ બળી રહ્યું છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter