GSTV
Home » News » દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લોકોમાં ખૂશીનો માહોલ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લોકોમાં ખૂશીનો માહોલ

ડાંગ જિલ્લાના ઉત્તર વિસ્તારના ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સરવર, હનવત ચોન્ડ, કાલીબેલ, સુબિર વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત વાંસદા તાલુકામાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. વાંસદા તાલુકામાં આવેલા વાતાવરણમાં પલટાથી લોકોએ ગરમીથી રાહત મળી છે. સીઝનનો પહેલો વરસાદ હોવાથી લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ઘણા દિવસથી રાજ્યમાં કાળઝાળ ગરમી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.

તાપી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ શરૂ થયો છે. કાળા ડિબાંગ વાદળોને લીધે ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી. આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. એક બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને ચિંતા છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનતા લોકોએ ખૂશી વ્યક્ત કરી છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે નગરમાં વરસાદનું આગમન થયું છે. અતિશય ગરમી બાદ સમગ્ર બારડોલી વિસ્તારમા ઠંડક અને વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

READ ALSO

Related posts

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!