વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચ મહાસંમલેનમાં મહિલા સરપંચોને જાતે કામગીરી કરવાની અપીલ માત્ર ખાલી અપીલ બનીને રહી ગઈ હોય તેમ ફરી જોવા મળ્યુ છે. કારણ કે આહવા તાલુકા પંચયાતમાં મહિલા સરપંચ માત્ર ખુરશી પર બેસવા પુરતા હોય તેમ લાગે છે. કારણ કે બાકી તમામ વહીવટી કામે તેમના પતિ જ કરતા હોય છે.

છેલ્લાં 25 વર્ષથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા અને મહિલા પ્રમુખ તરીકે પક્ષે કાર્યભાર સોંપવા છતાં પરિસ્થિતિ જૈસેથે તેવી જોવા મળી રહી છે. પંચાયતનું વહીવટી કામકાજ તો મહિલા સરપંચના પતિ જ સાંભળતા આવ્યાં છે. ત્યારે આ મામલે વિપક્ષે પણ મહિલાએ જ વહીવટ સાંભળવો જોઈએ તેવું જણાવ્યું હતુ. તો બીજી તરફ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ પ્રમુખ વહીવટ સાંભળે છે તેવું જણાવી ભૂંડો બચાવ કરતા પણ જોવા મળ્યા.
રાજકોટમાં પણ પતિદેવો જ રહ્યા હતા હાજર
રાજકોટ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સરપંચ પતિઓની હાજરી જોવા મળી હતી. 13 મહિલા સભ્યો પૈકી માત્ર 3 મહિલાઓ હાજર રહી હતી. જયારે બાકીના 10 સદસ્યોના પતિ હાજર રહ્યા હતા. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગામડાની મોટાભાગની મહિલા સભ્યો અશિક્ષિત છે એટલે તેમના પતિ બેઠકમાં આવે છે અને કામ કરે છે. જોકે હવે મહિલા સભ્યોને જ બેઠકમાં હાજર રહેવા સુચના આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ