GSTV
dang Trending ગુજરાત

પુરુષાર્થ એજ પરમદેવ / 60 વર્ષીય ખેડૂતે જવાન જેવો જુસ્સો બતાવી 5 કુવા ખોદ્યા, પાણી જોતા જ ઉતરી ગયો થાક

કુવા

આકરી મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. આ વાત ડાંગના વાસુર્ણા ગામના ગરીબ પણ મહેનતુએ જાતે મહેનતે સિદ્ધ કરી દીધી છે. 60 વર્ષની વયે લોકો રિટાયર્ડ થઈ જતા હોય છે. ત્યારે આ 60 વર્ષના ખેડૂત ખેતી માટે કુવાની જરૂર હોઈ અપના હાથ જગન્નાથની કહેવતને સાચી પાડી છે. જોઈએ આ અહેવાલ…

કુવા

સૌ કોઈને ગંગા અવતરણની કહાની તો યાદ હશે. પરંતુ ડાંગના વાસુર્ણ ગામે જાતે કુવો ખોદીના પાણી મેળવનારા આ ગંગાભાઈની કહાની પણ તેનાથી કમ નથી. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં પુષ્કળ વરસાદ વરસે છે. પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. સરકારની બધી યોજના પણ કામ આવતી નથી. ત્યારે વાસુર્ણા ગામના ગંગારામે જાત મહેનત જીંદાબાદનો મંત્ર અપનાવી કુવો ગાળવાનું કામ કર્યુ અને એક બે નહી પણ પાંચ પાંચ કુવા ગાળવાના પ્રયાસ બાદ પાંચમા કુવે 32 ફૂટે પાણી નીકળતા પાણી જોતાં જ પાણી માટેનો વર્ષોનો થાક પળમાં ઉતરી ગયો હતો.

પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી, બીજો કૂવો તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું, ત્રિજા કુવામાં 15 ફૂટ એ પાણી નીકળ્યું હતું પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ચોથા કૂવામાં પણ 15 ફૂટ એ ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી ઠગ્યા વગર વર્ષ પહેલા પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યો હતુ.

કુવા

જાત મહેનત ખેડૂત ગંગારામ ભાઈએ કૂવો તો ખોદી નાખ્યો. પરંતુ આ કાચા કુવાને પાકો કરવા માટે તેમની પાસે પૈસા નથી એટલે કુવાની પાળ માટે એકવાર તેઓએ સરકાર પાસે કુવાના બાંધકામ માટે મદદની માંગ કરી છે.

અડગ મનના માનવીન હિમાલય પણ નડતો નથી. તે વાત ખેડૂત ગંગારામ ભાઈએ સાચી પાડી છે અને તેઓ આ સફળતા જોવા ગામે ગામથી લોકો આવે છે. એટલું જ નહી. જાતે કૂવામાં ઉતરી ખાતરી કરી ખેડૂતની મહેનતને બિરદાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

પરેશ ધાનાણીની અનોખી સ્ટાઈલ! સાઈકલ પર ગેસનો બાટલો બાંધીને મોંઘવારીનો સીધો વિરોધ મતદાનના દિવસે પણ નોંધાવ્યો

pratikshah

Shraddha Murder Case/ પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ગુનો કબૂલી લીધો : આજે થશે નાર્કો ટેસ્ટ

Padma Patel

World AIDS Day/ કયારેય ન કરો આ પ્રકારની ભૂલો, નહિ તો તમને પણ આવી શકે છે HIVનો અટેક

Siddhi Sheth
GSTV