GSTV
India News Trending

નાચવું ભારે પડ્યું / લગ્નમાં ડીજેના તાલ પર નાચતા-નાચતા યુવકનું અચાનક થયું મોત, કારણ જાણીને તમે ચોંકી જશો

ગુજરાત સહિત દેશભરમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યાં બીજી બાજુ મધ્યપ્રદેશથી ચૌંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના ઉજ્જનમાં એક લગ્ન સમારોહમાં ડીજે પર નાચતા-નાચતા અચાનક એક યુવક ઢળી પડ્યો હતો અને મોત નિપજ્યું હતું. યુવકનું મોત હાર્ટ ફેલ થવાના પગલે થયું છે તેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં તબીબોએ જણાવ્યું કે, હાર્ટ ફેલનું કારણ ડીજેના અવાજને ગણવામાં આવ્યું છે.

ઉજ્જૈન નજીક નારેલા કલાન ગામમાં રહેતા 18 વર્ષના લાલ સિંહ તેના મિત્રના લગ્નમાં તાજપુર આવ્યા હતા. તાજપુરમાં વિજય સિંહ પરિહારની જગ્યાએ લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન દરમિયાન ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં આ યુવક પણ હતો અને તે તેના મિત્રો સાથે ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને હાંફી જતા ઢળી પડ્યો હતો. પરિણામે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

ડોક્ટર જિતેન્દ્ર શર્માએ જણાવ્યું કે લાલ સિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું હાર્ટ ફેલ્યુર સામે આવ્યું છે. આ પોતે ચોક્કસપણે આશ્ચર્યજનક છે. ડોક્ટર શર્માએ જણાવ્યું કે ક્યારેક ખૂબ જ જોરથી અવાજની પણ સીધી અસર હૃદય પર પડે છે. આનાથી હૃદયની નિષ્ફળતા પણ થાય છે. આ ઘટના બાદ લગ્ન પ્રસંગમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. લાલ સિંહ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIનો વિદ્યાર્થી હતો.

Read Also

Related posts

પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા

Siddhi Sheth

PNBમાં નોકરી કરવાની તક, સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે 240 વેકેન્સી બહાર પડી

Drashti Joshi

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ

HARSHAD PATEL
GSTV