પોતાના સ્વજન દૂર થાય તે પરિસ્થિતી ખૂબ જ નાઝુક હોય છે. તમે જેની સાથે સમય વિતાવ્યો છે તે વ્યક્તિને ગુમાવવાનું ખૂબ જ દુઃખદ છે. ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના પછી ઘણા દિવસો સુધી પૂજા કરવામાં આવે છે જેથી જે વ્યક્તિ જાય છે તેની આત્માને શાંતિ મળે. ત્યારબાદ ભોજન કરાવીમે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવે છે. દુ:ખના સમયે લોકો જવાવાળાના સંબંધીને સાંત્વના પાઠવે છે. સોશિયલ મીડિયા પર એક આવી શ્રદ્ધાંજલિ સભાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ તમે પણ હેરાન થઈ જશો.

આ વિચિત્ર શ્રદ્ધાંજલિ સમારોહમાં એક ડાન્સર ડાન્સ કરતી જોવા મળી હતી. આ ડાન્સર સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ સાથે જ સભામાં હાજર તમામ લોકો ડાન્સની મજા લઈ રહ્યા હતાં. દરેક લોકો એ જોઈને હેરાન થઈ રહ્યા છે કે, શ્રદ્ધાંજલિ સભામાં આ થઈ શું રહ્યુ છે. છોકરી આરામથી ઠુમકા લગાવતા જોવા મળી હતી. બેકગ્રાઉન્ડમાં એક વૃદ્ધ મહિલાની તસવીર છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાંજલિ સભા આ વૃદ્ધ મહિલાની હશે.
દુઃખ છે કે ખુશી?
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર memer__king નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તેઓ દુખી છે કે ખુશ? સામાન્ય રીતે જ્યારે કોઈ મૃત્યુ પામે છે, ત્યારે લોકો શોક મનાવે છે. પરંતુ અહીં વિપરીત નજારો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે મૃત્યુની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આવી શ્રદ્ધાંજલિ સભા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
લોકોએ કરી જોરદાર કોમેન્ટ્સ
સોશિયલ મીડિયા પર આ વીડિયો પહેલા પણ શેર કરવામાં આવ્યો છે. એકવાર ફરી તેને શેર કરવામાં આવ્યો, જ્યાંથી તે વાયરલ થવા લાગ્યો છે. લોકોએ આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ કરી. એક વ્યક્તિએ લખ્યું કે આવી શ્રદ્ધાંજલિ સભા જોઈને સ્વર્ગની આત્માઓ પણ નાચવા લાગશે. ત્યારે અવનેય એકે લખ્યું કે તેમને પણ આવી જ શ્રદ્ધાંજલિ સભાની જરૂર છે. ઘણા લોકોએ તેમના મિત્રોને ટેગ કરીને આવી જ શ્રદ્ધાંજલિ સભાની માંગ કરી હતી.
READ ALSO:
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ